Most brutal women of world: દુનિયામાં ઘણા ક્રૂર અને જલ્લાદ લોકો થઈ ગયા છે. આ લોકો હજારો લોકોના મોત માટે જવાબદાર છે. દુનિયાના કેટલાક ક્રૂર લોકોએ પોતાના હાથે અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઇતિહાસમાં ઘણા એવા રાજા અને મહારાજાઓનો ઉલ્લેખ છે જેણે લોકોને ધ્યાનથી મારી નાખ્યા હતા. સૌથી વિચિત્ર વાત એ હતી કે આવું કરવામાં તેમને મજા આવતી હતી. આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવીએ જેને લેડી ડ્રેક્યુલા તરીકે ઓળખવામાં આવતી હતી. આ મહિલા પોતાની ક્રૂરતા માટે બદનામ હતી. તેને ઇતિહાસની સૌથી ક્રૂર મહિલા તરીકે પણ ઓળખવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


થાઈલેન્ડ જતાં પ્રવાસીઓએ તોડ્યો રેકોર્ડ, જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 75 લાખ લોકોએ....


આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, કિંમત છે ફક્ત 2 કરોડ, ખરીદવા માટે લગાવવી પડે છે બોલી


Mercedes માંથી ઉતરી ભીખ માંગે છે 'ભીખારી', હકીકતમાં હોય છે આલીશાન બંગલાના માલિક


એલિઝાબેથ બાથરી ઇતિહાસની સૌથી ખતરનાક અને ક્રૂર મહિલા સીરીયલ કિલર હતી. તેને જીવથી જાગતી dracula પણ કહેવામાં આવતું હતું. એલિઝાબેથને કુવારી યુવતીઓના લોહીથી નહાવાનો શોખ હતો. એલિઝાબેથ બાથરી હંગરીમાં રહેતી હતી. તેનો જન્મ હંગરી સામ્રાજ્યના બાથરી પરિવારમાં થયો હતો. તેના લગ્ન  ફેરેંક નૈડેસ્ડી સાથે થયા હતા જે તુર્કીઓ વિરુદ્ધ યુદ્ધમાં હંગરીનો નેશનલ હીરો હતો.


એલિઝાબેથ બાથરીએ 1585 થી 1610 દરમિયાન પોતાની યુવાની જાળવી રાખવા માટે પોતાના મહેલમાં 600 થી વધુ યુવતીઓની હત્યા કરાવી હતી. યુક્તિઓની હત્યા કરીને તેનું રક્ત કાઢી તે નહાતી હતી. યુવતીઓની હત્યા કરતા પહેલા તેમના ઉપર અત્યાચાર કરવામાં આવતો. તેમને ક્રૂર રીતે મારવામાં આવતી અને પછી તેના હાથ કાપી નાખવામાં આવતા. યુવતીઓના હાથ કાપ્યા પછી તેના શરીરમાંથી નીકળતા રક્તને એક ટબમાં એકઠું કરવામાં આવતું. જ્યારે શરીરમાંથી બધું જ રક્ત નીકળી જાય તો તેનાથી એલિઝાબેથ પાથરી સ્નાન કરતી. 


25 વર્ષ સુધી તેણે આ આતંક ફેલાવ્યો. ત્યારબાદ હંગરીના રાજાએ તેને કેદ કરી લીધી. 21 ઓગસ્ટ 1614 ના રોજ કેદમાં જ તેનું મોત થઈ ગયું. બાથરી ના જીવન પર આધારિત ઘણા પુસ્તકો પણ લખવામાં આવ્યા છે અને કેટલીક ફિલ્મો પણ બની છે. રિપોર્ટ્સ અનુસાર બાજરીના વિષય પરથી પ્રેરિત થઈને 1897 માં પ્રખ્યાત નોવેલની રચના કરવામાં આવી હતી.