Study Abroad : ગુજરાતીઓમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને અમેરિકા વિદેશ જવા માટેના પહેલી પસંદ છે. છાત્રો અભ્યાસ માટે આ દેશોની સ્કૂલો કે કોલેજોમાં એપલાય કરે છે. અત્યારસુધી કેનેડા એ ભારતીયોની પહેલી પસંદ હતું પણ હવે ધીમેધીમે કેનેડા જતા છાત્રોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. આમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ત્યાં નોકરી કરીને સ્થાયી થવા ઈચ્છે છે. ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાને પસંદ કરવાના ઘણા કારણો છે. જેમ કે અન્ય દેશો કરતાં સસ્તું હોવું, કાગળની ઔપચારિકતાઓ સરળતાથી પૂરી થઈ જવી વગેરે છે. પરંતુ સૌથી મોટું કારણ એ છે કે અહીં ભણતા વિદ્યાર્થીઓને અહીં સરળતાથી પ્લેસમેન્ટ મળી જાય છે. આ ક્રમમાં, કેનેડાના દૂરના વિસ્તારમાં એક કોલેજ આ દિવસોમાં ચર્ચામાં છે જેમાં 80 ટકા જેટલા વિદ્યાર્થીઓ ભારતીય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોલેજ ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ
કૅનેડાની આ કૉલેજ ઑન્ટારિયોના દૂરના શહેર ટિમિન્સમાં છે. તેનું નામ નોર્ધન કોલેજ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ કેનેડિયનો પણ આ કોલેજ વિશે બહુ ઓછું જાણે છે. શહેરમાંથી આ કોલેજ સુધી પહોંચવામાં ઘણો સમય લાગે છે. આનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે આ કોલેજ ટોરોન્ટોથી આઠ કલાકના અંતરે છે. અહીં ભણતા 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ભારતીય છે. અહીંના કાફેટેરિયામાં અંગ્રેજીને બદલે હિન્દી, પંજાબી અને ગુજરાતી વધુ સંભળાય છે. જેને પગલે આ કોલેજ એ પહેલી પસંદ બનતી જાય છે. 


Canada, UK, USA છોડો! હવે આ દેશો બન્યા છે ભારતીય વિદ્યાર્થીઓની નવી પસંદ, કારણ જાણો


નોર્ધન કોલેજમાં વિદેશી વિદ્યાર્થીઓ વધારે
રિપોર્ટ અનુસાર, વર્ષ 2014માં નોર્ધન કોલેજમાં 40 વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો. કેનેડાની અન્ય દૂરસ્થ કોલેજોની જેમ, નોર્ધન કોલેજે ટોરોન્ટોના ઉપનગરમાં કેમ્પસ ખોલવા માટે 2015 માં ખાનગી કોલેજ સાથે ભાગીદારી કરી હતી. આ પછી રજિસ્ટ્રેશનમાં વધારો થયો હતો. આજે કોલેજના એક તૃતીયાંશ વિદ્યાર્થીઓ ટિમિન્સ કેમ્પસમાં અભ્યાસ કરે છે.


કેનેડાથી ભારતીય છાત્રોનો મોહભંગ: હવે વિદ્યાર્થીઓની પહેલી પસંદ બન્યો આ દેશ, જાણો કેમ 


કોલેજે પ્રવેશ રદ કરવો પડ્યો હતો
કેનેડામાં રહેઠાણની વધતી અછત માટે વિદેશી વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને જવાબદાર ગણવામાં આવે છે. કેનેડા સરકારે તાજેતરમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે વિદ્યાર્થીઓની બચતનું સ્તર વધારવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, નોર્ધન કોલેજે ટિમિન્સમાં આવાસની અછતને કારણે આ વર્ષે 100 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પણ રદ કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube