વોશિંગટનઃ ઘર ખરીદવું લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે.ખુબ ઓછા લોકો હોય છે જે પોતાના સપનાને સરળતાથી પૂરુ કરી શકે છે. છેલ્લા બે દાયકામાં હાઉસિંગ માર્કેટ પર થોડી નજર રાખનાર કોઈપણ વ્યક્તિ જાણતો હશે કે ઘણા દેશોમાં ખાસ કરી અમેરિકામાં ઘર ખરીદવું ખુબ મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ આ નવા રિપોર્ટે તે લોકોની આશા પર પાણી ફેરવી દીધું છે, જે મોટા શહેરોમાં ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યાં હતા. આ રિપોર્ટમાં દુનિયાના કેટલાક મુખ્ય શરેહોને 'અસંભવ રૂપથી મોંઘુ' ગણાવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી મોંઘા ઘરોના લિસ્ટમાં અમેરિકાનો દબદબો
રિપોર્ટમાં એવરેજ આવકની તુલનામાં એવરેજ ઘરની કિંમતોથી કરવામાં આવ્યું છે. તેમાં જાણવા મળ્યું કે બહારની જગ્યાવાળા ઘરોની મહામારીથી પ્રેરિત માંગ, શહેરી ફેલાવને સીમિત કરવાના ઉદ્દેશ્યથી જમીન ઉપયોગ નીતિઓ, અને બજારોમાં ઈન્વેસ્ટરોની ભીડે કિંમતોને આસમાને પહોંચાડી દીધી છે. વાર્ષિક ડેમોગ્રાફિક ઈન્ટરનેશનલ હાઉસિંગ અફોર્ટેબિલિટી રિપોર્ટ અનુસાર વેસ્ટ કોસ્ટ અને હવાઈના અમેરિકી શહેર ટોપ 10 સૌથી મોંઘા સ્થાનોમાંથી પાંચ પર છે.


કેલિફોર્નિયામાં ઘર ખરીદવું ખુબ મુશ્કેલ
લગભગ આશ્ચર્યની વાત નથી કે ઘર ખરીદવા માટે સૌથી મોંઘુ શહેર કેલિફોર્િયામાં છે, જ્યાં સેન જોસ, લોસ એન્જલસ, સૈન ફ્રાન્સિસ્કો અને સેન ડિએગો બધા ટોપ 10માં સામેલ છે. હવાઈની રાજધાની હોનોલુલુ પણ આઠ દેશોના સર્વેક્ષણ કરવામાં આવેલી 94 મુખ્ય બજારોમાંથી છઠ્ઠા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા સિવાય એકમાત્ર દેશ છે સંભવત રૂપથી અફોર્ડેબલની યાદીમાં હાવી છે. સિડની અને વિક્ટોરિયામાં મેલબોર્ન અને દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં ઘર ખરીદવું લગભગ અસંભવ છે.


હોંગકોંગમાં દુનિયાના સૌથી મોંઘા ઘર
પરંતુ દુનિયામાં સૌથી મોંઘા ઘર હોંગકોંગમાં છે. હોંગકોંગ પોતાના નાના એપાર્ટમેન્ટ અને મોંઘા ભાડા માટે જાણીતું કોમ્પેક્ટ એશિયન નાણાકીય કેન્દ્ર છે. ઉલ્લેખનીય રૂપથી આ રિપોર્ટમાં સામેલ એકમાત્ર ચીની બજાર છે. સૌથી મોંઘા ઘરોવાળા શહેરોમાં સૌથી ટોપ પર રહેવાવાળા હોંગકોંગમાં સર્વેક્ષણ કરવામાં આવેલા બધા શહેરોમાં સૌથી ઓછો ઘર માલિકી દર છે, જે માત્ર 51 ટકા છે. જ્યારે તેના એશિયન હરીફ સિંગાપુરમાં ઘર માલિકી 98 ટકાથી ઉપર છે, કારણ કે સરકાર જાહેર આવાસ માટે દાયકાઓથી પ્રતિબદ્ધ છે.