હેરિસબર્ગ: અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક મહિલાએ એવું કામ કર્યું છે કે જેણે માતા-પુત્રીના સંબંધને શર્મસાર કરી નાખ્યો છે. લોકો આ માતા પર ફિટકાર વરસાવે છે. મહિલાએ પોતાની 3 વર્ષની માસૂમ અને અબોધ પુત્રીની પોર્નોગ્રાફિક તસવીર બનાવી છે એવો આરોપ લાગ્યો છે. હાલ મહિલાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ પેનસિલવેનિયાના એટોર્ની જનરલ જોશ શેપિરો અને ઓહાયોના એટોર્ની જનરલ માઈક ડીવાઈને મંગળવારે જાહેરાત કરી કે 26 વર્ષની કાયલા પાર્કર પર યૌન ઉત્પીડનન, બાળકીનું શોષણ અને અન્ય અપરાધના આરોપ લાગ્યા છે. 


પાર્કર ફિલાડેલફિયાના અપર ડાર્બીમાં પોતાના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી ત્યારની આ ઘટના છે. તપાસ દરમિયાન ઘરમાંથી 3 વર્ષની બાળકીની સેંકડો નગ્ન તસવીરો અને અનેક વીડિયો મળ્યા છે જે અલગ અલગ પોઝમાં લેવાયા છે.