બર્લિન: અવૈધ સંબંધ મોટાભાગે દર્દનાક અંત પર આવીને પુર્ણ થા છે. જર્મની (Germany) માં એક મહિનાએ પોતાના પતિના અફેર (Affair) થી પરેશાન થઇને એકદમ ખૌફનાક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા પોતાના જ પાંચ બાળકોની હત્યા (Mother Killed Her Kids) કરી દીધી. પછી પતિને મેસેજ કર્યો કે હવે તે બાળકોને હવે ક્યારેય જોઇ શકશે નહી. જોકે પત્નીને એક ફોટો મળી ગયો હતો, જેમાં તેમના પતિ બીજી મહિલા સાથે હતા. તેને લઇને તે એટલી નારાજ થઇ હતી કે પોતાના બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારતા પહેલાં નશીલો પદાર્થ ખવડાવ્યો
'મિરર' ના રિપોર્ટ અનુસાર કોર્ટ (Court) એ આ મામલે 28 વર્ષીય ક્રિસ્ટિયન (Christiane K) ને આજીવન કારાવાસની જેલની સજા સંભળાવી છે. પતિની બીજી મહિલા સાથે ફોટા જોય્યા બાદ ક્રિસ્ટિયને 3 સપ્ટેમ્બર 2020 ને જર્મનીના સોલિંગન (Germany, Solingen) માં પોતાના પાંચ બાળકોને મારી નાખ્યા હતા. પોલીસે કોર્ટમાં જણાવ્યું કે તમામ બાળકોની ઉંમર 11 વર્ષથી ઓછી હતી. બાળકોની બાથટબમાં ડૂબતા અથવા શ્વાસ ઘૂંટાતા મોત થયું હતું. આ પહેલાં તેમણે નશીલો પદાર્થ ખવડાવવામાં આવ્યો હતો. 

Taarak Mehta એક્ટ્રેસ સાથે પહેલી મુલાકાતમાં બોયફ્રેન્ડે કરી હતી સેક્સની ડિમાન્ડ!


આ પ્રકારે બચી ગયેલા મોટા પુત્રનો જીવ
ઘટનાને અંજામ આપ્યા બાદ ક્રિસ્ટિયને બાળકોની લાશને રૂમાલમાં લપેટીમાં રાખવામાં આવી હતી. જે સમયે આ ઘટના થઇ તે સમયે ક્રિસ્ટિયન ના મોટો પુત્ર ઘરે ન હતો. એટલા માટે તેનો જીવ બચી ગયો. બાળકોને માર્યા બાદ ક્રિસ્ટિયને પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કરો. તે ડસેલડોર્ફ સેંટ્રલ સ્ટેશન પર ટ્રેન સામે કૂદી ગઇ. પરંતુ કોઇ કારણસર તેનો જીવ બચી ગયો. 


Court માં 40 થી વધુ લોકોએ આપી સાક્ષી
તપાસ ટીમનો દાવો છો કે ક્રિસ્ટિયને પોતાના પતિની તસવીર બીજી મહિલા સાથે જોઇ હતી, તેને પતિના બીજી મહિલા સાથે સંબંધ હોવાની શંકા હતી. ક્રિસ્ટિયને હત્યાઓને અંજામ આપ્યા બાદ પતિને મેસેજ મોકલ્યો હતો કે હવે તે ક્યારેય પોતાના બાળકોને જોઇ શકશે નહી. કોર્ટે ક્રિસ્ટિયનને દોષી ગણાવતાં ઉંમરકેદની સજા સંભળાવી છે. કેસ દરમિયાન કોર્ટે 40થી વધુ સાક્ષીઓને સાંભળ્યા. તો બીજી તરફ એકમાત્ર જીવિત પુત્રને તેની દાદીની દેખરેખમાં મોકલી દીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube