Ajab Gajab News: એક વ્યક્તિની માતાએ પોતાના પુત્રનું એટલું મોટું નુકસાન કરી નાખ્યું કે પુત્ર ડિપ્રેશનમાં જતો રહ્યો છે. સૌથી દુખની વાત છે કે માતાએ અજાણતા પુત્રના 3000 કરોડ રૂપિયામાં આગ લગાવી દીધી. સોશિયલ મીડિયા સાઇટ રેડિટ પર વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવીને પોતાના જીવનના રાઝ ખોલ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાની ભૂલથી ડુબી ગયા 3 હજાર કરોડ રૂપિયા
વ્યક્તિએ જણાવ્યું કે, તેમના માતાની નાની ભૂલને કારણે તેને 3 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું અને તેની જિંદગી બરબાદ થઈ ગઈ. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર આ વ્યક્તિએ વર્ષ 2010માં 6 હજાર રૂપિયામાં 10 હજાર બિટકોઈન ખરીદ્યા હતા. તે સમયે વ્યક્તિ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરંતુ કોલેજ પાસ કર્યા બાદ તે નોકરીમાં લાગી ગયો અને ભૂલી ગયો કે તેણે ક્રિપ્ટોકરન્સી ખરીદી હતી. 


ત્યારબાદ જ્યારે તેણે ક્રિપ્ટોકરન્સી માર્કેટ વિશે સાંભળ્યુ તો તેણે પોતાના ખરીદેલા બિટકોઇનની યાદ આવી. પછી ઘરે જઈને તેણે પોતાનું લેપટોપ શોધ્યુ, જેમાં 10 હજાર બિટકોઈન્સની ડીટેલ્સ રાખી હતી. તેણે ઘણા સમય સુધી લેપટોપ શોધ્યુ, પરંતુ મળ્યું નહીં. ત્યારબાદ માતાને લેપટોપ વિશે પૂછ્યુ હતું. 


માતાએ કચરામાં ફેંકી દીધુ હતું લેપટોપ
માતાએ જ્યારે લેપટોપ વિશે જણાવ્યું તો તેના હોશ ઉડી ગયા. વ્યક્તિએ જણાવ્યું કે, તેની માતાએ લેપટોપ કચરામાં ફેકી દીધુ હતું. માતાએ પુત્રને પૂછ્યા વગર આ લેપટોપ ફેંકી દીધુ હતું. આ ઘટનાએ તે વ્યક્તિનું જીવન બરબાદ કરી દીધુ. કારણ કે આજના હિસાબે 10 હજાર બિટકોઈનની કિંમત 300 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 3000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ વ્યક્તિને 3000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યુ છે. 


વ્યક્તિએ જણાવ્યું કે, આ ઘટના બાદ તે ઘણો સમય ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. હવે તે ડિપ્રેશનમાંથી બહાર આવી ચુક્યો છે પરંતુ આજે પણ તેને અફસોસ છે કે આટલી મોટી રકમ હાથમાંથી બહાર નિકળી ગઈ. મહત્વનું છે કે બિટકોઇન વર્ચ્યુઅલ કરન્સી છે. વર્ષ 2009માં બિટકોઇનની શરૂઆત થઈ હતી. બિટકોઇન એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે, આજના સમયમાં 1 બિટકોઇનની કિંમત લાખોમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube