તેલ અવીવ: બોલીવુડથી લઈને હોલીવુડ સુધી જેલમાંથી ભાગી જવા પર અનેક ફિલ્મો બનેલી છે. મોટાભાગની ફિલ્મોમાં જેલમાં કેદ હીરો બહાર નીકળવાનો પ્લાન બનાવતો હોય છે અને ચાકબંધ સુરક્ષા છતાં પોતાના મિશનમાં સફળ થતો હોય છે. ઈઝરાયેલમાં પણ કઈંક આવું જ જોવા મળ્યું. અહીં છ ખૂંખાર કેદીઓ સુરંગ ખોદીને અત્યંત સુરક્ષિત ગણાતી જેલમાંથી ફરાર થઈ ગયા છે. હવે આ ઘટનાને લઈને ઈઝરાયેલી અધિકારીઓની આકરી ટીકા થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે સર્ચ અભિયાન છેડ્યું
ઈઝરાયેલની જેલમાં કેદ છ પેલેસ્ટાઈની કેદીઓએ એકદમ ફિલ્મી ઢબે આખા ષડયંત્રને અંજામ આપ્યો. તેઓ અનેક દિવસ સુધી સુરંગ ખોદતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી. ઈઝરાયેલે કેદીઓને પકડવા માટે સોમવારથી દેશના ઉત્તર ભાગ અને કબજાવાળા પશ્ચિમ તટ પર મોટા પાયે સર્ચ અભિયાન છેડ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેદીઓ આજુબાજુમાં જ ક્યાંક છૂપાયેલા છે અને જલદી તેમને પકડી લેવાશે. 


કેદીઓએ આ રીતે બનાવી સુરંગ
આ ઘટના ઉત્તરી ઈઝરાયેલમાં આવેલી ગિલબો જેલની છે. પોલીસે જણાવ્યું કે જેલમાંથી ભાગેલા તમામ કેદીઓ એક જ સેલમાં બંધ હતા. જેમાંથી પાંચ ઈસ્લામિક જેહાદ સંગઠન સંબંધી છે અને એક તે સાથે જોડાયેલા એક સશસ્ત્ર સમૂહનો પૂર્વ કમાન્ડર રહી ચૂક્યો છે. હાઈ સિક્યુરિટી જેલમાંથી ભાગવા માટે કેદીઓએ બાથરૂમમાં સિંક નીચે એક સુરંગ ખોદી. ચમચાઓની મદદથી અનેક દિવસો સુધી સુરંગ ખોદતા રહ્યા. કેદીઓ વારાફરતી સુરંગ ખોદતા, પછી સામાન્ય કેદીઓની જેમ વ્યવહાર કરવા લાગતા. તેમણે એટલી સફાઈ અને શાંતિથી આ કામ પાર પાડ્યું કે કોઈને ગંધ સુદ્ધા ન આવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube