મલેશિયાના નવા વડાપ્રધાન બનશે મોહિઉદ્દીન યાસીન, કાલે લેશે શપથ
મલેશિયાના વડાપ્રધાન રહેલા મહાતિર મોહમ્મદને મોટો ઝટકો લાગ્યો છે. રાજમહેલે પૂર્વ ગૃહ પ્રધાન મોહિઉદ્દીન યાસીનને દેશના નવા વડાપ્રધાન બનાવ્યા છે. મોહિઉદ્દીન યાસીન રવિવારે વડાપ્રધાન પદના શપથ લેશે.
કુઆલાલંપુરઃ કાશ્મીર અને નાગરિકતા સંશોધિત કાયદા (સીએએ)ને લઈને નિવેદન આપીને ભારત સાથે દુશ્મની કરનાર પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદને પોતાના જ દેશમાં મોટો ઝટકો લાગ્યો છે. તેમના સતત પ્રયાસ છતાં તેમને નવા વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા નથી. રાજભવને મલેશિયાના પૂર્વ ગૃહ પ્રધાન મોહિઉદ્દીન યાસીનને નવા વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લીધો છે. શાહી અધિકારીઓએ જણાવ્યું કે, મોહિઉદ્દીન યાસીન રવિવારે વડાપ્રધાન પદના શપથ લેશે.
મોહિઉદ્દીન યાસીન મલેશિયાના આગામી પીએમ
વડાપ્રધાન પદથી રાજીનામું આપનાર મહાતિર મોહમ્મદે સતત આ પદને લઈને દાવેદારી જાળવી રાખી હતી. તેમણે કહ્યું હતું કે, મારી પાસે વડાપ્રધાન પદ માટે જરૂરી સંખ્યા છે. પરંતુ મલેશિયાના રાજાએ મહાતિર મોહમ્મદના સત્તામાં વાપસીના પ્રયાસો પર પાણી ફેરવકા નવા વડાપ્રધાન તરીકે મોહિઉદ્દીન યાસીનની નિમણૂંક કરી દીધી છે. પાછલા સોમવારે મહાતિર મોહમ્મદે વડાપ્રધાન પદથી પોતાનું રાજીનામું આપ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી.
રવિવારે વડાપ્રધાન પદના લેશે શપથ
સૌથી વયોવૃદ્ધ નેતા, 94 વર્ષીય મહાતિરે પોતાના રાજકીય વિરોધીઓ તરફથી તેમની સરકારને પાડવા અને વડાપ્રધાન પદના દાવેદાર બનવાનો પ્રયત્ન કરી રહેલા અનવ ઇબ્રાહિમને પદભાર સંભાળવા રોકવાના પ્રયત્નો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાતિર સતત વડાપ્રધાન પદ પર વાપસીની કવાયતમાં લાગ્યા રહ્યાં પરંતુ તેમને સફળતા મળી નથી.
ઇદલિબમાં 33 તુર્કી સૈનિકોના મોત બાદ દબાવમાં આવ્યા રૂસ અને તુર્કી, બોલાવી ઈમરજન્સી બેઠક
મહાતિર મોહમ્મદના નિવેદન પર ભારતે નોંધાવ્યો હતો વિરોધ
આ પહેલા મહાતિરે જે રીતે કાશ્મીર અને સીએએને લઈને નિવેદન આપ્યું ભારતે તેનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે કાશ્મીર અને સીએએનો મુદ્દો, બંન્ને તેના આંતરિક મુદ્દા છે અને તેના પર બોલવાનો મલેશિયાના વડાપ્રધાનને કોઈ અધિકાર નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube