કાબુલઃ અફઘાનિસ્તાનમાં  (Afghanistan) હાલમાં તાલિબાન (Taliban) ની નવી સરકારની રચના થઈ છે. પરંતુ એક સપ્તાહની અંદર તેના ટોપ નેતાઓ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર  (Mullah Abdul Ghani Baradar) અને એક કેબિનેટ સભ્ય વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં જોરદાર ચર્ચા થઈ. ત્યારબાદ બરાદરના ગાયબ થવાના સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને લઈને આતંકીઓ વચ્ચે વિવાદ
તાલિબાનના એક સૂત્રએ જણાવ્યું કે બરાદર અને ખલીલ ઉર-રહમાન હક્કાની (શરણાર્થીઓના મંત્રી અને આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના મુખ્ય નેતા) વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ કારણ કે તેના આતંકી એકબીજાની સાથે વિવાદ કરી રહ્યા હતા. આ વચ્ચે બરાદરે કાબુલ છોડી દીધુ છે અને વિવાદ બાદ કંધાર શહેર ભાગી ગયા છે. 


આતંકી બરાદર તાલિબાની સરકારથી નારાજ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કતરમાં સ્થિત તાલિબાનના એક વરિષ્ઠ સભ્ય અને તેમાં સામેલ લોકો સાથે જોડાયેલા એક વ્યક્તિએ પુષ્ટિ કરી છે કે પાછલા સપ્તાહે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. સૂત્રોએ કહ્યું કે, ચર્ચા એટલા માટે થઈ કારણ કે નવા નાયબ-પ્રધાનમંત્રી બરાદર પોતાની સરકારથી નાખુશ છે. આ વિવાદ તે વાતને લઈને થયો છે કે તાલિબાનમાંથી કોણે અફઘાનિસ્તાનમાં જીતનો શ્રેય લેવો જોઈએ.


આ પણ વાંચોઃ Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો થયો વાયરલ


આ વાત પર થઈ રહ્યો છે વિવાદ
મુલ્લા બરાદર કથિત રીતે માને છે કે કૂટનીતિ પર ભાર આપવો જોઈએ, જ્યારે હક્કાની સમૂહના આતંકી અને તેના સમર્થકોનું કહેવું છે કે જીત લડાઈના માધ્યમથી હાસિલ થઈ છે. હક્કાની નેટવર્કના નેતા સિરાઝુદ્દીન હક્કાની તાલિબાનની નવી સરકારમાં ગૃહ મંત્રી છે. 


ઉલ્લેખનીય છે કે તાલિબાનના સુપ્રીમ કમાન્ડર હિબતુલ્લાહ અખુંદજાદાને લઈને પણ અટકળો બનેલી છે, જેને જાહેર કરવામાં આવી નથી. તે તાલિબાનના રાજકીય સૈન્ય અને ધાર્મિક મામલાના પ્રભારી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube