નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) પર પોતાનો કબજો જમાવ્યા બાદ પ્રથમ વખત મીડિયા (Media) સામે આવી પોતાની વાત જણાવી છે. મંગળવારના કાબુલથી (Kabul) તાલિબાનના પ્રવક્તા (Taliban Spokesman) ઝબીહુલ્લાહ મુજાહિદે (Zabihullah Mujahid) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયોની ચિંતા પર વાત કરી હતી. જેમાં મહિલાઓ પ્રત્યે તેમનું વલણ કેવું રહેશે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે તેઓ કેવા સંબંધ રાખવા ઇચ્છે છે, મીડિયા માટે તેમણે તેમના શું નિયમ હશે? આ તમામ સવાલોના જવાબ તાલિબાને આપ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલિબાનની (Taliban) પ્રેસ કોન્ફરન્સની મુખ્ય વાત એ હતી કે તેઓ આંતરરાષ્ટ્રી સમુદાય પાસે તેમને માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. આ સાથે તેમણે અફઘાનિસ્તાનમાં (Afghanistan) આવેલા દુતાવાસોને કોઈ નુકસાન નહીં પહોંચાડવાનું વચન આપ્યું છે. મહિલાઓ, પ્રેસને કેટલાક નિયમ સાથે છૂટછાટ આપવાનો વચનો આપ્યા છે.


આ પણ વાંચો:- અફઘાનિસ્તાન સંકટ પર PM મોદીએ કરી બેઠક, કહ્યું- ભારત આવતા લઘુમતીઓને શરણ આપો


તાલિબાનના પ્રવક્તાએ દુનિયાને આપેલા 10 મોટા વચનો


- અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ પણ દેશ સામે કાવતરું કરવા, હુમલા કરવા માટે થવા દેવામાં આવશે નહીં.


- કોઈપણ આંતરરાષ્ટ્રીય દુતાવાસ અથવા સંસ્થાને નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. તેમને તાલિબાન દ્વારા સુરક્ષા આપવામાં આવશે. ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું- કાબુલમાં દુતાવાસની સુરક્ષા અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે તમામ દેશોને આશ્વસ્ત કરવા માંગીએ છે કે, અમારું બળ તમામ દુતાવાસ, આંતરરાષ્ટ્રી સંસ્થા અને સહાયતા એજન્સીઓની સુરક્ષા કરવા માટે છે.


આ પણ વાંચો:- 'મૃત' તાલિબાન કમાન્ડરે કરી કાબુલમાં બેઠક, ડોકટરો-ઉદ્યોગપતિઓને આપી સુરક્ષાની ગેરેન્ટી


- મહિલાઓને શરિયા કાયદા અંતર્ગત અધિકાર અને આઝાદી આપશે. હેલ્થ સેક્ટર અને સ્કૂલોમાં તે કામ કરી શકશે. શું મીડિયામાં પણ મહિલાઓ કામ કરી શકશે? આ સવાલ પર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારે તાલિબાન સરકાર બની જશે ત્યારે સ્પષ્ટ જણાવવામાં આવશે કે શરિયા કાયદા અંતર્ગત શું-શું છૂટછાટ મળશે.


- પ્રાઈવેટ મીડિયાને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવશે. આ સવાલનો જવાબ આપતા પ્રવક્તાએ કહ્યું- 'પત્રકાર અફઘાનિસ્તાનના મૂલ્યોને ધ્યાનમાં રાખીને કામ કરશે.'


- પ્રવક્તાએ કહ્યું કે અફઘાન યુદ્ધ હવે પૂર્ણ થયું છે. જેમણે પણ અગાઉના સમયમાં તાલિબાન વિરૂદ્ધ યુદ્ધ કર્યું, તેમને તાલિબાન માફ કરે છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું- કોઈપણ દેશ-વ્યક્તિથી બદલો લેવાનો ઇરાદો નથી. તેમાં પૂર્વ સૈનિક, પૂર્વ અફઘાન સરકારના સભ્યો પણ સામેલ છે.


આ પણ વાંચો:- કાબુલ એરપોર્ટ પર 7 મહિનાની માસૂમ, ખૂબ જ દર્દનાક તસવીર આવી સામે


- અફઘાનિસ્તાનમાં કોઈને કિડનેપ કરી શકાશે નહીં. કોઈની હત્યા કરી શકાશે નહીં. સુરક્ષાને સતત વધારમાં આવશે.


- તાલિબાને વાયદો કર્યો કે તેમના રાજમાં દેશની અર્થવ્યવસ્થા અને લોકોના જીવન સ્તરને સુધારવામાં આવશે.


- તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, તાલિબાનની પ્રાથમિકતા કાયદો-વ્યવસ્થા બનાવવાની છે. ત્યારબાદ લોકો શાંતીથી રહી શકશે.


આ પણ વાંચો:- VIDEO: મહારાજા રણજીત સિંહની પ્રતિમા સાથે તોડફોડ, ઇસ્લામિક પાર્ટીના સભ્ય પર આરોપ


- અફઘાનિસ્તાનમાં રહેતા લોકો તાલિબાન પર વિશ્વાસ કરે, કોઈ તમને નુકસાન પહોંચાડશે નહીં, કોઈ તમારો દરવાજો ખખડાવશે નહીં.


- પ્રવક્તાએ દાવો કર્યો છે કે, અગાઉની સરકાર યોગ્ય ન હતી અને કોઇને સુરક્ષિત રાખી શકતી ન હતી. પ્રવક્તાએ વચનો આપ્યા છે કે, તાલિબાન સૌ કોઈને સુરક્ષા આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube