Afghanistan: મુલ્લા બરાદરને મળશે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની કમાન- રોયટર્સ
થોડા દિવસો પહેલાં પરિવર્તનની આહટ વચ્ચે બીજિંગ જઇને ચીન (China) ના નેતાઓ સાથે મુલાકાત કરાવનાર પણ બરાદર જ હતો. વર્ષ 1978 માં જ્યારે સોવિયતના વિરૂદ્ધ તાલિબાનીઓએ ગોરિલ્લા વોર શરૂ કરી હતી.
કાબુલ: અમેરિકા (America) ના અફઘાનિસ્તાન (Afghanistan) થી પરત ફર્યા બાદ હવે નવી તાલિબાની સરકારની રચનાની તૈયારી શરૂ થઇ ગઇ છે. તાલિબાની સૂત્રોના અનુસાર તાલિબાનના સંસ્થાપક સભ્ય મુલ્લા અબ્દુલ ગની બરાદર (Mullah Baradar) ને તાલિબાન સરકાર (Taliban government) ની કમાન મળી શકે છે. સૂત્રોના અનુસાર શેર મોહમંદ અબ્બાસ અને મુલ્લા યાકૂબને પણ મહત્વપૂર્ણ જવાબદારી મળશે અને સરકારની રચના બેથી ત્રણ દિવસની અંદર કરી દેવામાં આવશે.
મુલ્લા મોહંમદ યાકૂબ બની શકે છે મંત્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાનના દિવંગત સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મોહમંદ યાકૂબ અને શેર મોહમંદ અબ્બાસ સ્ટેનકજઇ સરકારમાં મોટું પદ સંભાળશે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે તાલિબાન અફઘાનિસ્તાન (Afghanistan) ના હાલના સંવિધાનને રદ કરી 1964-65 ના જૂના સંવિધાનને જ ફરીથી લાગૂ કરી શકે છે કારણ કે તાલિબાનનું માનવું છે કે નવું સંવિધાન વિદેશી દેશોના આધીન બનાવવામાં આવ્યું છે.
Taliban: આ દિવસે સરકાર બનાવશે તાલિબાન! આ શરતને પુરી કરનાર જ બની શકશે અધિકારી
4 દિવસથે કાંધારમાં બેઠક શરૂ
સરકાર રચવા માટે ગત 4 દિવસથી તાલિબાની (Taliban) નેતા કાંધારમાં પરરસ્પર ચર્ચા કરી રહ્યા છે. જોકે સૂત્રોએ જણાવ્યું કે તાલિબાનના હાર્ડલાઇનર જૂથ સત્તામાં બીજા કોઇને સામેલ કરવા માંગતા નથી. પરંતુ દોહા ઓફિસના તાલિબાની નેતા બીજા પક્ષોને પણ સામેલ કરવા માંગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારમાં બિન તાલિબાની પક્ષોને સુપ્રીમ કાઉન્સિલ અને મંત્રાલયો બંનેમાં જગ્યા આપવામાં આવી શકે છે. જોકે જોવાનું એ છે કે નાર્દન એલાયન્સ અને તાલિબાન વચ્ચે વાતચીતમાં કોઇ કરાર થઇ શકે છે કે નહી. કારણ કે નાર્દન એલાયન્સ સરકારમાં બરાબરીની ભાગીદારી ઇચ્છે છે અને તાલિબાન (Taliban) તેના માટે હાલ રાજી છે.
મુલ્લા બરાદરને જાણો
થોડા દિવસો પહેલાં પરિવર્તનની આહટ વચ્ચે બીજિંગ જઇને ચીન (China) ના નેતાઓ સાથે મુલાકાત કરાવનાર પણ બરાદર જ હતો. વર્ષ 1978 માં જ્યારે સોવિયતના વિરૂદ્ધ તાલિબાનીઓએ ગોરિલ્લા વોર શરૂ કરી હતી, ત્યારે બરાદર તેમાં સક્રિય હતો. સોવિયત સેનાની વાપસી બાદ બરાદરનું વધતું ગયું. તેણે મુલ્લા ઉમર સાથે મળીને ઘણા મદરેસા બનાવ્યા જ્યાં તાલિબાની લડાકું તૈયાર કર્યા.
વર્શ 1996 માં અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની સરકાર બની, ત્યારે પણ બરાદરની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. વર્ષ 2001 માં અમેરિકી હુમલા બાદ બરાદરને ભાગવું પડ્યું. 2010 માં બરાદરની કરાંચીથી ધરપકડ થઇ. પરંતુ શાંતિ વાર્તા માટે 2018માં બરાદરને મુક્ત કરવો પડ્યો. આ ઉપરાંત તાલિબાન (Taliban)ને આર્થિક રૂપથી મજબૂત કરવા પાછળ પણ બરાદરની મોટી ભૂમિકા ગણવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube