નવી દિલ્હી: મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદની નજરકેદનો સમય વધારવાની લાહોર હાઈકોર્ટે ના પાડી દીધી છે. પાકિસ્તાન સરકારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નજરકેદ વધારવાની અપીલ કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી. લાહોર હાઈકોર્ટે સઈદ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. પાકિસ્તાનની સરકાર કોર્ટમાં હાફિઝની નજરબંધીને સઈદે પંજાબના ગૃહ વિભાગ અને 24 ઓક્ટોબરના રોજ અપાયેલા તે આદેશને પડકાર્યો હતો જેમાં કહેવાયું હતું કે સઈદની નજરકેદ જન સુરક્ષા કાયદા અંતર્ગત એક મહિના માટે વધારવામાં આવે. પાકિસ્તાન સરકારને હવે એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેની ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ ન  લગાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત સુનાવણી દરમિયાન કોર્ટે પ્રાંતીય સરકારને નોટિસ જારી કરીને સઈદની નજરકેદ પર જવાબ માંગ્યો હતો. કાયદા અધિકારીનો આગ્રહ સ્વીકારતા હાઈકોર્ટે સુનાવણી 22 નવેમ્બર માટે સ્થિગત કરી હતી. ગત મહિને પંજાબ ન્યાયિક સમીક્ષા બોર્ડે સઈદની નજરકેદનો સમય 30 દિવસ માટે વધાર્યો હતો જે આ મહિનાના છેલ્લા સપ્તાહમાં પૂરો થયો. 


આ અગાઉ ગત 11 નવેમ્બરના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકાર દ્વારા જાન્યુઆરીથી મુંબઈ આતંકી હુમલાના કાવતરું રચનારા હાફિઝ સઈદ સાથે સુરક્ષા કારણોસર અટકાયતમાં લેવાયેલા તેના ચાર સહયોગીઓનો  છૂટકારો થયો હતો. અબ્દુલ્લા ઉબેદ, મલિક ઝફર ઈકબાલ, અબ્દુલ રહેમાન આબિદ અને કાઝી કાશિફ હુસેનને છોડી મૂકવામાં આવ્યાં. કારણ કે ન્યાયિક સમીક્ષા બોર્ડે તેમની કસ્ટડીનો સમય વધારવાનો ઈન્કાર કરી દીધો. 


પંજાબ સરકારે આતંકવાદ વિરોધી કાયદા 1997 અંતર્ગત 31 જાન્યુઆરીના રોજ સઈદ અને તેના ચાર સહયોગીઓની અટકાયત કરી હતી જેની સમયમર્યાદા બાદમાં વધારી હતી. જો કે છેલ્લે બે વાર તેની કસ્ટડીની મર્યાદા લોક સુરક્ષા કાયદા અંતર્ગત વધારવામાં આવી. ગૃહ વિભાગ આ ચારેયની કસ્ટડી હજુ વધારવા માટેના મુદ્દે બોર્ડને રાજી કરી શક્યુ નહતું.