ઓસ્ટ્રેલિયાએ તૈયાર કરેલા કાયદાથી મુસલમાનોની બેચેની વધી ગઈ, સરકાર પાસે લગાવી આ ગુહાર
ઓસ્ટ્રેલિયા એક એવો કાયદો લાવવા જઈ રહ્યું છે જેનાથી ત્યાં રહેતા મુસલમાનોની બેચેની વધી ગઈ છે. સ્કોટ મોરિસન સરકારના આ પગલાંથી મુસ્લિમ સંગઠનો ખુબ નારાજ છે.
સિડની: ઓસ્ટ્રેલિયા એક એવો કાયદો લાવવા જઈ રહ્યું છે જેનાથી ત્યાં રહેતા મુસલમાનોની બેચેની વધી ગઈ છે. સ્કોટ મોરિસન સરકારના આ પગલાંથી મુસ્લિમ સંગઠનો ખુબ નારાજ છે. આ ઈસ્લામિક સંગઠનોનું કહેવું છે કે સરકારનો 'ધાર્મિક ભેદભાવ કાનૂન' પહેલેથી હાંસિયામાં પડેલા મુસ્લિમ સમુદાયની મુશ્કેલીઓ વધારી શકે છે. કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર ભેદભાવની મંજૂરી આપે છે. જો કે સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે કાયદો ફક્ત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે.
મુસ્લિમ સંગઠનો કરી રહ્યા છે વિરોધ
ઓસ્ટ્રેલિયાના ત્રણ પ્રમુખ મુસ્લિમ સંગઠનો બિલના તે ભાગનો વિરોધ કરી રહ્યા છે જે કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા કારણોથી કોઈ વ્યક્તિનો બીજા વ્યક્તિના ધાર્મિક વિશ્વાસ કે ગતિવિધિના આધાર પર તેની સાથે ભેદભાવ કરવું ગેરકાયદેસર નથી. જો કે બિલમાં કહેવાયું છે કે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવનું આચરણ ત્યારે જ કરાશે જ્યારે તે અધિકારીના કામમાં યોગ્ય રીતે જરૂરી હશે.
સંસદની સંયુક્ત સમિતિને લખ્યો પત્ર
ઓસ્ટ્રેલિયન મુસ્લિમ એડવોકેસી નેટવર્ક (Aman)એ સરકારના આ નિર્ણય પર નારાજગી જાહેર કરતા કહ્યું કે પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય પર ભારે બોજો નાખે છે જે પહેલેથી હાંસિયા પર છે અને વધુ પડતો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે. નેટવર્કે આ મામલે માનવાધિકારો પર સંસદની સંયુક્ત સમિતિને લખ્યું છે કે અધિકારીઓ દ્વારા સમુદાયના લોકો સાથે તેમના વિશ્વાસના આધાર પર ભેદભાવ કરવાનો કોઈ કાનૂની ઔચિત્ય નથી. તેમનું કામ હિંસાના જોખમનું આકલન કરવું અને તેની રોકથામ કરવાનું છે.
સ્કોટ મોરિસને આપ્યું આશ્વાસન
આ બાજુ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયાના તમામ લોકોને આશ્વાસન આપ્યું છે કે પ્રસ્તાવિત કાયદો ઓસ્ટ્રેલિયાના લોકોને ભરોસો આપશે. તે તેમને પોતાની જાત ઉપર અને પોતાના દેશ પર વિશ્વાસ રાખવાની તાકાત આપશે. સરકારે એવો તર્ક આપ્યો છે કે ધાર્મિક માન્યતાઓ અને જાહેર જીવનના અન્ય ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદભાવને પ્રતિબંધિત કરવા માટે બિલમાં વિસ્તારની જરૂર છે. આ બાજુ AMAN એ તર્ક આપ્યો કે બિલના બીજા ભાગોમાં ભેદભાવથી એક ખુબ જરૂરી સુરક્ષા પ્રદાન કરાઈ છે. પરંતુ તેનો એક્સેપ્શન ક્લોઝ (અપવાદ) કાયદા પ્રવર્તન માટે એક ખતરનાક સંકેત છે.
મુસ્લિમ બને છે નિશાન
Aman એ એક ઓસ્ટ્રેલિયાન માનવાધિકાર આયોગના સર્વેક્ષણનો હવાલો આપ્યો જેમાં સામેલ અડધા લોકોએ કહ્યું હતું કે કાનૂન પ્રવર્તન સહિત મોટાભાગની સ્થિતિઓમાં તેમની સાથે દુર્વ્યવહાર થયો. મુસ્લિમ એડવોકેસી નેટવર્કનું કહેવું છે કે આતંકવાદનું ધાર્મિક કારણ આ જૂઠનો પ્રચાર કરે છે કે ઈસ્લામી ધાર્મિકતા આતંકવાદ તરફ લઈ જાય છે. ઈસ્લામિક કાઉન્સિલ ઓફ વિક્ટોરિયાએ પણ બિલની જોગવાઈને હટાવવાની અપીલ કરતા કહ્યું કે આ કાયદો પ્રવર્તન અને સુરક્ષા એજન્સીઓને પોતાના કામ માટે પૂર્વાગ્રહ, રૂઢીઓ અને અનુચિત પ્રક્રિયાઓની મંજૂરી આપશે. તેમણે સંસદીય સમિતિને મોકલેલા પોતાના રિપોર્ટમાં કહ્યું કે મુસલમાન લાંબા સમયથી રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં નસ્લીય ભેદભાવ હેઠળ નિશાન બનતા રહ્યા છે.
શક્તિઓના દુરઉપયોગનો હવાલો
ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ઈમામ પરિષદ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સંસદીય સમિતિને જણાવ્યું કે જો આ પ્રકારની જોગવાઈ કાનૂન પ્રવર્તન, રાષ્ટ્રીય સુરક્ષા અને ઈન્ટેલિજન્સ કાર્યોને વ્યાપક છૂટ આપવાનું કામ કરે છે તો તે મુસલમાનોને અલગ થલગ કરી તેમનામાં અવિશ્વાસની ભાવના પેદા કરી શકે છે. કારણ કે તે હેઠળ જબરદસ્તી કરવામાં આવશે અને તપાસ શક્તિઓનો દુરઉપયોગ કરવામાં આવશે. જો કે એટોર્ની જનરલ, માઈકેલિયા કેશના એક પ્રવક્તાએ કહ્યું કે બિલની જોગવાઈ કોઈ વિશેષ ધર્મને નિશાન બનાવવા માટે નથી. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને નવેમ્બરના અંતમાં આ બિલ સંસદમાં રજુ કર્યું હતું. પરંતુ સરકાર તે પાસ કરાવી શકી નહતી. હવે સરકાર ફરીથી તે કામમાં લાગી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube