મ્યાંમારમાં ભારે વરસાદના કારણે જમીન ધસી પડતા 113 લોકોના મોત
મ્યાંમારના કચિન પ્રાંતમાં ભારે વરસાદના કારણે ગુરુવારે સવારે જમીન ધસી પડી. આ દુર્ઘટનામાં 113 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હજુ પણ દટાયેલા છે. મ્યાંમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે 113 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે હજુ અન્ય લોકોની શોધ ચાલુ છે.
નવી દિલ્હી: મ્યાંમારના કચિન પ્રાંતમાં ભારે વરસાદના કારણે ગુરુવારે સવારે જમીન ધસી પડી. આ દુર્ઘટનામાં 113 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હજુ પણ દટાયેલા છે. મ્યાંમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે 113 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે હજુ અન્ય લોકોની શોધ ચાલુ છે.
સૂચના મંત્રાલયના એક સ્થાનિક અધિકારી ટાર લિન માઉંગે કહ્યું કે અત્યાર સુધીમાં અમે 100થી વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે. હજુ અનેક મૃતદેહો કિચડમાં ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બચાવકાર્યમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.
અત્રે જણાવવાનું કે ઝેડની આ ખાણોમાં અગાઉ પણ ભૂસ્ખલનથી અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેમણે અનેક લોકોને એક એવા ઢગલા પર જતા જોયા જે ધસી પડવાની તૈયારીમાં હતો. થોડીવાર બાદ તે જગ્યા ધસી પડી અને તેની ઝપેટમાં અનેક લોકો આવી ગયાં.
મ્યાંમારમાં એક વર્ષ અગાઉ પણ આવો જ અકસ્માત થયો હતો. જેમાં 59 લોકોના જીવ ગયા હતાં. જ્યારે કાટમાળની ઝપેટમાં આવી જતા સેંકડો લોકો ઘાયલ થયા હતાં.