અનોખો વિરોધ: સેનાથી નારાજ લોકોએ પોતાને ઘરમાં કર્યા કેદ, રસ્તા પર પ્રસરી ગયો સન્નાટો
મ્યાનમાર (Myanmar) ના લોકોએ લશ્કરી શાસન સામે વિરોધ કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. શુક્રવારે લોકોએ પોતાને ઘરોમાં કેદ કરીને સેનાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેની તાનાશાહી સહન કરવામાં આવશે નહીં.
નેપિડો: મ્યાનમાર (Myanmar) ના લોકોએ લશ્કરી શાસન સામે વિરોધ કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. શુક્રવારે લોકોએ પોતાને ઘરોમાં કેદ કરીને સેનાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેની તાનાશાહી સહન કરવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ નિમિત્તે આયોજિત આ વિરોધને 'સાયલન્ટ સ્ટ્રાઈક' નામ આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં આખો દેશ એકસાથે જોવા મળ્યો હતો. લોકો સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી પોતપોતાના ઘરમાં જ રહ્યા હતા. દુકાનો બંધ રહી અને શેરીઓમાં સન્નાટો છવાયેલો હતો.
આ વાતને લઇને નારાજ હતા સૈનિકો
મ્યાનમારની સરમુખત્યાર સેના પર પોતાના જ દેશના નાગરિકોના નરસંહારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, તેમના કાફલા પરના હુમલાનો બદલો લેવા માટે, સૈનિકોએ દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના સગાઈંગ વિસ્તારના ડોને તવ ગામમાં રેડ પાડી. કેટલાક ગ્રામજનોને પકડીને સેનાએ તેમના હાથ-પગ બાંધી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા. આ બર્બરતાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવું કહેવાય છે કે ગ્રામજનોની હત્યા કરી તેમને આગના હવાલે કર્યા બાદ તે ફોટાને લેવામાં આવ્યા હતા.
મ્રનારાઓમાં કેટલાક કિશોર પણ
જો કે હજુ સુધી આ તસવીરો અને વીડિયો અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. મંગળવારે થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં 11 ગ્રામજનોના સળગેલા મૃતદેહો જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી કેટલાક કિશોરો પણ હતા. આ ઘટનાના વિરોધમાં મ્યાનમારના લોકોએ શુક્રવારે અનોખો વિરોધ કર્યો હતો. તેમણે રસ્તા પર ઉતરી સેનાને જણાવ્યું કે તેની તાનાશાહી નહી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube