માંડલેઃ મ્યાનમારના માંડલેમાં પોલીસ અને સૈન્ય તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું છે. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે. જાણવા મળી રહ્યું છે કે અનેક લોકો આ ગોળીકાંડમાં ઈજાગ્રસ્ત થયા છે. આ ગોળીબારી ત્યારે થઈ જ્યારે એક અદિકારી સ્થાનીક શિપયાર્ડમાં શ્રમિકોને તેની નોકરી પર બળજબરીપૂર્વક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ લોકો દેશમાં તખ્તાપલટ વિરુદ્ધ પોતાની નોકરી છોડીને પ્રદર્શનોમાં સામેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે પોલીસે કરી ગોળીબારી
રિપોર્ટ પ્રમાણે 1000થી વધુ પ્રદર્શનકારી પોલીસને રોકવા માટે શિપયાર્ડની બહાર હતા. શનિવારે બપોર સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. ત્યારબાદ પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા અને વોટર કેનનો સહારો લીધો હતો. ત્યારબાદ હિંસક થયેલા પ્રદર્શનકારીઓને સંભાળવા માટે રબરની ગોળીઓની સાથે પોલીસે અસલી ગોળી ચલાવવી પડી હતી. ઘટનાસ્થળ પર રહેલા લોકો અનુસાર, આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 40 લોકોને ઈજા થઈ છે. 


આ પણ વાંચોઃ હવે મનુષ્યોમાં પહોંચ્યો બર્ડ ફ્લૂનો વાયરસ, આ દેશમાં સાત કેસ નોંધાયા  


ફ્રંટિયર મ્યાનમારના રિપોર્ટ પ્રમાણે એક પ્રદર્શનકારીને માથામાં ગોળી વાગી અને સ્થળ પર મોત થયું જ્યારે એક વ્યક્તિને છાતીમાં ગોળી વાગી અને તેણે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. પોલીસ દ્વારા ગોળી ચલાવવાની ઘટના યદાનાબોન બંદરની પાસે થઈ, જ્યાં દિવસમાં પણ સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર રબરની ગોળીઓ ચલાવી હતી. 


પ્રદર્શનકારીઓએ મૃતક મહિલાને આપી શ્રદ્ધાંજલિ
તખ્તાપલટનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ એક રેલી દરમિયાન પોલીસની ગોળીથી મૃત્યુ પામેલ મહિલાને શનિવારે શ્રદ્ધાંજલિ આપી હતી. યાંગૂનમાં લગભગ એક હજાર પ્રદર્શનકારી ભેગા થયા અને એક રોડ પર અસ્થાયી સ્મારક બનાવી મ્યા થ્વેટ ખાઇનની તસવીરની પાસે પુષ્પ ચક્ર રાખવામાં આવ્યું હતું. ખાઇન નેપીતામાં નવ ફેબ્રુઆરીએ સૈન્ય શાસન વિરુદ્ધ થયેલી રેલી દરમિયાન પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાના બે દિવસ બાદ તેનો જન્મદિવસ હતો. તેના પરિવારજનોએ શુક્રવારે તેના મોતની જાણકારી આપી હતી. 


આ પણ વાંચોઃ Balochistan માં પાકિસ્તાનની સેના પર આતંકી હુમલો, આટલા જવાનોના થયા મોત  


તાનાશાહી વિરુદ્ધ થઈ નારાબાજી
પ્રદર્શનકારીઓએ આજે અસ્થાયી સ્મારક પર તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા મ્યાનમારમાં તાનાશાહી ખતમ કરો અને મ્યા થ્વેટ ખાઇન તમે હંમેશા યાદ રહેશો. જેવા નારા લગાવ્યા હતા. યાંગૂનના મંડલય શહેરમાં પ્રદર્શનકારીઓએ ખાઇનને શ્રદ્ધાંજલિ આપી હતી. મ્યાનમારમાં સેનાએ લોકશાહી રૂપે ચૂંટાયેલી સરકારને ગત એક ફેબ્રુઆરીએ હટાવી દીધી હતી અને ખુદ સત્તા પર કબજો કરી લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube