`આ બધું `શુદ્ધ નરક`માં રહેવા જેવું છે`, ભારતના પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ
Prostitution in Myanmar: વિચારો, તે દેશમાં શું સ્થિતિ હેશે જ્યાં શિક્ષિત મહિલાઓ જે ડોક્ટર, નર્સ, શિક્ષક જેવા વ્યવસાયમાં હોય અને જબરદસ્તી વૈશ્યાવૃતિ કરવા પર મજબૂર છે. ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં આવી જ સ્થિતિ છે.
Myanmar Civil War: ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટો કરીને સત્તા પર કબજો કરી લીધો હતો. તેની સાથે જ દેશની અર્થવ્યવસ્થા વધુ કથળી, જે પહેલા કોવિડ મહામારીના કારણે ખરાબ સ્થિતિમાં હતી. દેશમાં મોંઘવારી વધતી જઈ રહી છે. જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવી પણ સામાન્ય લોકો માટે મુસ્કેલ થવા લાગી.
3 વર્ષ પછી આયેશા કેસમાં દર્દનાક શબ્દો સાથે પિતાએ કહ્યુ; આરિફે લખ્યું 'ટાઈગર ઈઝ બેક'
સ્થિતિ એટલી વિકટ બની કે ડોક્ટર જેવા સમ્માનિક વ્યવસાયમાં કામ કરી રહેલા લોકોને પણ વેતન ઓછું પડવા લાગ્યું. તેમને જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલીઓ ઉભી થવા લાગી, જેના કારણે હાલત એવા થયા કે તેમણે આર્થિક તંગીનો સામનો કરવા માટે બીજા રસ્તાઓ શોધવા પડ્યા અને જે રસ્તો દેખાયો દેખાયો તે ખુબ જ શર્મનાક છે.
ડોક્ટરથી બે ગણું કમાઈ રહી છે 'ડેટ ગર્લ્સ'
મે (ઓળખ છૂપાવવા આખું નામ જણાવાયું નથી) નામની એક ડોક્ટરની સેલેરી 415 પ્રતિ મહિનો બરાબર હતી. પરંતુ આ મહિનાની શરૂઆતમાં જ પુરી થઈ જતી હતી, તેના પર પિતાની કિડનીની બિમારીએ તેણે વધુ પરેશાન કરી દીધી. આર્થિક તંગીથી ખરાબ હાલતમાં જીવી રહેલી મેની મુલાકાત અમુક ડેટ ગર્લ્સ સાથે થઈ, જે તેનાથી બે ગણું કમાઈ રહી હતી.
ડુંગળી વાવતા ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આ વાંચીને ઘરની બહાર નીકળજો...
ડોક્ટરીનો મુસ્કેલ અભ્યાસ, ગુજારા માટે કરી રહી છે વૈશ્યાવૃતિ
મે આ જોઈને દંગ રહી ગઈ કે વેશ્યાવૃતિમાં ડોક્ટરી જેવા સમ્માનજનક પ્રોફેશનની તુલનામાં બે ગણા રૂપિયા છે. જોકેતેમાં તેણે અજાણ્યા પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવો પડતો હતો. આખરે મે એ હથિયાર હેઠા મૂકી દીધા અને મજબૂરીમાં આ વ્યવસાય સાથે જોડાઈ ગઈ. એક વર્ષથી વધારે સમયથી વૈશ્યાના રૂપમાં કામ કરી રહેલી 26 વર્ષીય મે કહે છે કે, આ સ્વીકાર કરવો મારા માટે ખુબ મુશ્કેલ હતું કે ડોક્ટર બનવા માટે આટલા વર્ષોની મુશ્કેલ અભ્યાસ કર્યો હોવા છતાં હું હવે માત્ર જીવન જીવવા માટે આ પ્રકારનું કામ કરી રહી છું. મારો પરિવાર આ વિશે જાણતો નથી કે હું આવું કામ કરી રહી છું.
તમને જણાવી દઈએ કે મે જ નહીં, મ્યાનમારમાં શિક્ષિત મહિલાઓનું એક નવું જૂથ આ પ્રકારના સેક્સ વર્ક કરવા માટ મજબૂર છે, જેમાં ડોક્ટર, શિક્ષક, નર્સ અને અન્ય શિક્ષિત વ્યવસાયનો સમાવેશ થાય છે.
યાત્રીગણ ધ્યાન દે...! મહાકુંભને લઇને અમદાવાદથી દોડશે 3 સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી શરૂ
મ્યાનમારમાં પ્રતિબંધ છે વેશ્યાવૃતિ
વિચારવાની વાત એવી પણ છે કે આટલા મોટા પ્રમાણમાં વૈશ્યાવૃતિ ત્યારે થઈ રહી છે, જ્યારે મ્યાનમારમાં વેશ્યાવૃતિ ગેરકાયદેસર છે. આશ્ચર્યની વાત એ છે કે રસ્તાઓ પર આ પ્રકારની ડેટ ગર્લ્સ સરળતાથી ફરતી જોવા મળશે. મહિલાઓના અધિકારો માટે કામ કરનાર કાર્યકર્તાઓએ કહ્યું કે સૌથી વધુ શિક્ષિત મહિલાઓ હવે આજીવિકા કમાવવા માટે પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવી રહી છે. આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
તખ્તાપલટ બાદ સ્થિતિ બગડી
તખ્તાપલટ અને ત્યારબાદ થયેલા ગૃહયુદ્ધે મ્યાનમારની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. આ વર્ષ મુદ્રાસ્ફીતિ 26 ટકા સુધી વધી ગઈ છે. વિજળીની કમીના કારણે કારખાના ઠપ્પ થઈ ગયા છે, કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને ચીન અને થાઈલેન્ડની પાસેના વિસ્તારોમાં યુદ્ધના કારણે સરહદ પર વ્યાયાર નષ્ટ થઈ ગયો. મ્યાનમારનું ચલણક્યાટ આ વર્ષે ડોલર સામે તેના મૂલ્યના બે-પાંચમા ભાગને ગુમાવ્યું છે. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર મ્યાનમારના લગભગ અડધા લોકો હવે ગરીબીમાં જીવે છે.
આવી રહ્યો છે ખતરો! રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, ભારે વરસાદની ચેતવણી, જાણો શુ છે આગાહી
દુ:ખોનો અંત નથી...
એવામાં અહીંના લોકો અને વિશેષ કરીને મહિલાઓના દુ:ખોનો અંત દેખાઈ રહ્યો નથી. જાર મંડલે નામની નર્સે કહ્યું કે તે એક ખાનગી હોસ્પિટલમાં નર્સ હતી, જેને લશ્કરી સરકારે બંધ કરી દીધી હતી કારણ કે તેના ડોકટરો વિરોધ આંદોલનમાં જોડાયા હતા. આ પછી તેને પોતાનું ગુજરાન ચલાવવા માટે ડેટ ગર્લ બનવું પડ્યું. હવે જાર કહે છે કે ઘણી વખત અમને કોન્ડોમ વગર સેક્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું છે.