mysterios monolith spotted in las vegas : અમેરિકાના લાસ વેગાસમાં એક રહસ્યમયી મોનોલિથ ફરીથી જોવા મળ્યો છે. તેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. કોઈને નથી ખબર કે, આખરે આ મોનોલિથ અહી કેવી રીતે આવ્યું. શોધકર્તાની ટીમે અમેરિકાના નેવાડાના લોકપ્રિય હાઈકિંગ ટ્રેક પર અરીસા જેવા મોનોલિસ થાંભલાની શોધી કાઢ્યો છે. અગાઉ ચાર વર્ષ પહેલા કોવિડ 19 મહામારી દરિયાન તે પહેલીવાર જોવા મળ્યો હતો. તે ગોસ પીકની ઉપરની પહાડીઓ પર દેખાયો હતો. પોતાના અરીસા અને પરાવર્તક રૂપને કારણે આ મોનોલિથ પહાડીઓ પરથી પૂરી રીતે અચાનક ગાયબ થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાસ વેગાસમાં શું થયું
લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગે આ મોનોલિથ વિશે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે, જ્યારે કેટલાક લોકો હાઈકિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને આ અજીબ ચીજ દેખાતી હોય છે. જેમ કે, બગડતા વાતાવરણ માટે તૈયાર ન રહેવું, પૂરતુ પાણી ન હોવું વગેરે. પરંતુ વિકેન્ડમાં લાસ વેગાસની મેટ્રો સર્ચ એન્ડ રેસ્કયૂ ટીમે ઘાટીના ઉત્તર ગોસ પીકની પાસે રહસ્યમયી મોનોલિથ જોયો છે. આ મોનોલિથ ત્યાં કેવી રીતે પહોંચ્યુ.  


થાંભલાની કોઈની પાસે માહિતી નથી
આ બાબતનું કોઈ અધિકારીક રીતે સ્પષ્ટીકરણ આપવામા આવ્યુ નથી કે, આખરે આ રહસ્યમયી થાંભલો અહી કેવી રીતે પહોંચ્યો. ડિસેમ્બર, 2020 માં પાર્ટી હાઈસ્પોટમા ફ્રેમોટ સ્ટ્રીટ એક્સપિરિયન્સ કૈનોપીની નીચે લગભગ એક જેવુ મોનોલિથ જોવા મળ્યું હતુ. મોનોલિથનો રહસ્યોનો સિલસિલો હવે દુનિયાને અચંબિત કરી રહ્યો છે. વર્ષ 2020 માં પણ તે ક્યાંથી આવ્યો તે કોઈને નથી ખબર. સ્થાનિક લોકોએ સૈન લુઈસ ઓબિસ્પો કાઉન્ટીમાં એટાસ્કેડરો, કેલિફોર્નિયામા પાઈન માઉન્ટેનની ટોચ પર મોનોલિથ જોવા મળ્યો હતો.


અડધા ગુજરાતમાં આજે વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે મેઘો વરસશે


મોનોલિથ શું છે
હાલના વર્ષોમાં દુનિયાભરમાં મોનોલિથ એક રહસ્યમયી ઘટનાના રૂપમાં જોવાઈ રહ્યું છે. એક મોનોલિથ ટેકનિકલ રીતે પત્થરનો એક ખંડ છે, જેને સામાન્ય રીતે એક સ્તંભના આકારમાં બનાવવામા આવ્યો છે. ભૂગોળ વૈજ્ઞાનિકોએ રણપ્રદેશમાં મળી આવેલા એક અજીબ 12 ફીટ ઉંચી વસ્તુને મોનોલિથ બતાવવા માટે યુટા સરકાર પર પ્રહાર કર્યા હતા. આવુ એટલા માટે કે, તે એક પત્થર નથી, પરંતું ઘાતુમાંથી બનાવવામાં આવ્યો છે. જોકે, ધ ગાર્ડિયન કહે છે કે, મેરિયમ વેબસ્ટરની ડિક્ષનરી મોનોલિથની એક વિશાળ સંરચનાના રૂપમાં વ્યાખ્યા કરે છે. 


બે સપ્તાહ પહેલા વન્યજીવી અધિકારીઓએ રેડ રોક ડેઝર્ટ, યુટામાં એક આવી જ અજીબ સંરચના મળી હતી. જોકે, ત્યારે તેને હટાવી દેવાયું હતું. થોડા સમય બાદ રોમાનિયમ પહાડી પર તે ફરી જોવા મળ્યુ હતું. બાદમા એક જ સ્ટાઈલથી ગાયબ થઈ ગયું હતું. 


હવે પછીની મહામારી બનશે આ બીમારી, કોરોના કરતા પણ ઘાતક, અમેરિકાના એક્સપર્ટનો ચોંકાવનાર