જાણો શું છે Zone of Silence? જ્યાં જતા જ દુનિયાના બધા જ ઈલેક્ટ્રોનિક ઉપકરણો થઈ જાય છે બંધ
mexico mysteries: ધરતી પર એક એવી રહસ્યમયી જગ્યા છે. જ્યાં સમય પણ રોકાઇ જાય છે અને અહિં કોઇ યંત્ર કામ પણ નથી કરતું, આખરે આ કેવી રીતે સંભવ છે કે દુનિયાનો ,સિદ્ધાંત અહિં કેવી રીતે તૂટી જાય છે.
mexico mysteries: ધરતી પર એક એવી રહસ્યમયી જગ્યા છે. જ્યાં સમય પણ રોકાઇ જાય છે અને અહિં કોઇ યંત્ર કામ પણ નથી કરતું, આખરે આ કેવી રીતે સંભવ છે કે દુનિયાનો ,સિદ્ધાંત અહિં કેવી રીતે તૂટી જાય છે. મેક્સિકો અમેરિકાના દક્ષિણમાં વસેલો છે એક દેશ , પોતાના ઐતિહાસિક પર્યટન સ્થળ અને સ્વાદિષ્ટ ખાવા સિવાય રહસ્યમયી સ્થાનો માટે પણ દુનિયાભરમાં જાણવામાં આવે છે, અહિં 10 સાયલન્ટ ઝોન નામની એક એવી મૃત્યુની સમાન જગ્યા છે, જ્યાં કોઇ નથી જતું, પોતાના નામની જેમ અહિં કોઇ ટેકનિકલ ઉપકરણ કામ નથી કરતું અને કોમ્યુનિકેશન પણ અહિં સંભવ નથી અને સમય અહિં આવી ને થંભી જાય છે. ત્યારે સવાલ એ થાય કે આ કેવી રીતે સંભવ છે. વૈજ્ઞાનિકોએ 50 વર્ષ સુધી અહિં શોધ કરી પરંતુ આજ સુધી તેનું રહસ્ય કોઇ ઉકેલી નથી શક્યું.
આ જગ્યા પર પહેલી ઘટના ઇ.સ. 1940 માં ઘટી હતી જ્યારે આ જગ્યાની ઉપર ઉઠી પહેલા એક વિમાનના પાયલટે આ જગ્યામાં ઉડવાની સાથે પોતાની સાથે થતા અજીબો ગરીબ અનુભવને સમગ્ર દુનિયા સાથે શેર કર્યો હતો , એ પાયલટે એમ કહ્યું કે તે વખતે તેના વિમાનના ઉપકરણ તેમના નિયંત્રણથી બહાર થઇ વિચિત્ર દિશા નિર્દેશ કરતું હતું. વિમાન કોઇ પણ માહિતી ન રિસિવ કરતું હતું ન તો માહિતી મોકલતું હતું , જેને લઇને પાયલટ એ ખૂબ ચતુરાઇથી પોતાનો જીવ બચાવ્યો હતો.
બીજી ઘટના ઘટી 30 વર્ષ પછી બની
ઇ.સ. 1970માં જ્યારે અમેરિકી અને મેક્સિકોની વાયુસેના સાથે મળીને સૈન્ય અભ્યાસ કરી રહી હતી અને તેમણે રણ પ્રદેશમાં સૌથી આધુનિક મિસાઇલ છોડી . પરંતુ જેવી એ મિસાઇલ આ ક્ષેત્રની ઉપર પહોંચી અચાનક તેના તમામ ઉપકરણોએ કામ કરવાનું બંધ કરી દીધું અને તે કોઇ પણ તૂટતાં વૃક્ષની જેમ પત્તાની જેમ સીધી જમીન પર પટકાઈ હતી. સૌથી મોટી વાત એ થઇ કે એ મિસાઇલ ફાટી જ નહિ વૈજ્ઞાનિક એટલા હેરાન થઇ ગયા કે આટલી મોટી ખતરનાક મિસાઇલ અચાનક નાકામ કેમ. દુર્ઘટનાના કારણોને જાણવા માટે અમેરિકા વાયુસેનાએ મેક્સિકોની સરકારને અનુરોધ કર્યો તો મેક્સિકન ગવર્મેન્ટ એ અમેરિકી વાયુસેનાના અધિકારીઓને એ વિસ્તારની શોધ કરવાની અનુમતિ આપવામાં આવી વૈજ્ઞાનિકએ પોતાની શોધમાં એ ઓધ્યું કે ત્યાં કોઇ પણ પ્રકારનું કોઇ પણ સિગ્નલ , પછી તે રેડિયો એક્ટિવ હોય કે પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક કામ નથી કરી શકતું.
સમગ્ર બ્રહ્માંડમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં આવી ઘટના સંભવ થઇ શકે , ત્યાં સુધી કે આવું અંતરિક્ષમાં પણ નથી થતું , ત્યારે આ રહસ્યમયી જગ્યાનું નામ વૈજ્ઞાનિકોએ રાખ્યું હતું ધ ડાર્ક ઝોન , આ જગ્યા પર સેંકડો વર્ષઓથી ઉલ્કાપીંડ પણ પડતા રહે છે અને 1917ની ઘટના બાદથી મેક્સિકોની સરકાર એ ત્યાં ઘણા શોર ભવન પણ બનાવવામાં આવ્યા છે. જે ત્યાં થવા વાળી અસામાન્ય ઘટના પર નજર રાખે છે. જાણકારો કહે છે કે ત્યાંની સરકારે હજી સુધી કોઇને સંપૂર્ણ સત્ય નથી કહ્યું , કેટલાય લોકોનુ માનવું છે કે ત્યાં શોધ કરવા વાળા વૈજ્ઞાનિક પણ આ બાબતે અજાણ રહે છે.
આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા
મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube