નવી દિલ્હી: જ્વાળામુખી એક એવો શબ્દ છે જેનું નામ સાંભળતા જ ડરામણા કુદરતી કહેરની તસવીર નજર સામે આવી જાય છે. સદીઓથી પૃથ્વી પર કેટલાય જ્વાળામુખીને અચાનક ફાટેલા જોયા છે. અમેરિકામાં સૌથી વધુ જ્વાળામુખી ફાટતા જોવા મળ્યા છે. અમેરિકા જ એક એવો દેશ છે જે જ્વાળામુખીના ફાટવાથી સૌથી વધુ ગભરાય છે. આ વખતે અમેરિકાના હવાઈ ટાપુમાં જ્વાળામુખી ફાટવાથી જે ભયાનક સ્થિતિ જોવા મળી તે ખરેખર ડરામણી હતી. લગભગ 200 ફૂટ ઊંચે ગયેલી આગની જ્વાળાઓ અને તેના લાવાએ આસપાસની દરેક વસ્તુને રાખમાં ફેરવી નાખી હતી. પરંતુ બીજી બાજુ ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાંના પ્રમુખ નેતા કિમ જોંગ ઉન માટે જાણે જ્વાળામુખી રોજનો ખેલ હોય. એકબાજુ અમેરિકા જ્વાળામુખીથી ડરે છે જ્યારે બીજી બાજુ કિમ જોંગ ઉન તેના પર ઊભા રહીને મરક મરક હસતા જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેકડુ વંશથી આવે છે કિમ જોંગ ઉન
ઉત્તર કોરિયામાં સર્વોચ્ચ નેતા બનવું એ કઈ સહેલી વાત નથી. કારણ કે તેના માટે તમારે એક ખાસ વંશના હોવું જરૂરી છે. જેને તથાકથિત બેકડુ વંશ કહેવાય છે. અધિકૃત રીતે  કિમ જોંગ ઉન આ બેકડુ વંશથી આવે છે. એવું મનાય છે કે આ વંશ ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે એક સક્રિય જ્વાળામુખી સાથે જોડાયેલો છે. ઉત્તર કોરિયાના છેલ્લા ત્રણ સર્વોચ્ચ શાસક આ વંશમાંથી આવ્યાં છે.


ઉત્તર કોરિયાનો પવિત્ર જ્વાળામુખી
આ જ્વાળામુકી ક્ષેત્રને ઉત્તર કોરિયાથી લઈને દક્ષિણ  કોરિયામાં પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ સાથે જ બંને દેશો માટે આ જગ્યાનું આધ્યાત્મિક મહત્વ છે. તેના આધ્યાત્મિક મહત્વનો અંદાજો એ જ વાતથી લગાવી શકાય કે ગત શુક્રવારે જ્યારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન વચ્ચે એક ઐતિહાસિક મુલાકાત થઈ ત્યારે આ જ્વાળામુખીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


રાષ્ટ્રપતિ મૂન જ્વાળાખુખીની જગ્યા પર જવા માંગે છે
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈને કિમ જોંગ ઉન સમક્ષ જ્વાળામુખીની પવિત્ર જગ્યા પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે કિમ જોંગ ઉને કહ્યું કે હું ખરાબ રસ્તાને લઈને ખુબ ક્ષોભ અનુભવું છું. ઉત્તર કોરિયાઈ નેતા તરફથી આ સ્વીકારવું ખુબ દુર્લભ હતું.


ભૌગોલિક રીતે ખુબ મહત્વનો છે બેકડુ
બીબીસીના જણાવ્યાં મુજબ ચીનમાં ચંગબાઈ નામથી ચર્ચિત આ પર્વતની ઉંચાઈ 2744 મીટર છે. જે આ પ્રાયદ્વીપનો સૌથી ઊંચો પર્વત છે. આ પર્વત ભૌગોલિક રીતે પણ ખુબ મહત્વનો છે. કેટલાક વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ આ જ્વાળામુખીમાં થનારા વિસ્ફોટોનું આકલન કરવા માટે તપાસ કરી હતી.


કોરિયાઈ લોકોની ઉત્પતિ થઈ
ઉત્તર કોરિયાના નેતૃત્વ પર નજર રાખનારી સંસ્થાના ડાઈરેક્ટર માઈકલ મેડનના જણાવ્યાં મુજબ એવું કહેવાય છે કે આ એ જ જગ્યા છે જ્યાંથી કોરિયાઈ લોકોની ઉત્પતિ થઈ છે જે તેને એક ઐતિહાસિક જગ્યા બનાવે છે. બેકડુ પર્વત ઉત્તર કોરિયાના કોટ ઓફ આર્મ્સ અને રાષ્ટ્રગીતના પહેલા પેરેગ્રાફમાં પણ ઉલ્લેખાયેલો છે.


બેકડુનું કિમ કનેક્શન
આ જ્વાળામુખીનો પહેલો સંબંધ કિમ જોંગ ઉનના દાદા એટલે કે કિમ ઈલ સુંગથી શરૂ થાય છે. જેમણે ઉત્તર કોરિયામાં સામ્યવાદી રાષ્ટ્રની સ્થાપના કરી હતી. હકીકતમાં કિમ ઈલ સુંગે બેકડુ પર્વતોમાંથી જ જાપાની સામ્રાજ્યવાદી તાકાતો વિરુદ્ધ ગોરિલ્લા યુદ્ધ કર્યુ હતું. તે સમયે કોરિયા પર જાપાનનો કબ્જો હતો. અહીંથી આ માન્યતાની શરૂઆત થઈ અને ત્યારબાદ કિમ જોંગ ઈલના સમયમાં તે ભ્રમ વધારવામાં આવ્યો. કિમ જોંગ ઈલની અધિકૃત આત્મકથા 'ડિયર લિડર'માં કિમનો બેકડુ પર્વતમાં સ્થિત કોરિયાઈ કેમ્પમાં પેદા થયા હોવાની વાત નોંધાયેલી છે.