Kenya students illness news: આફ્રિકી દેશ કેન્યામાં એક સાથે 95થી વધુ શાળાની વિદ્યાર્થીનીઓ બીમાર પડ્યા બાદ હડકંપ મચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બીમારીના કારણની તપાસ ચાલુ છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય વિભાગના કેટલાક લોકોનું કહેવું છે કે આ માસ હિસ્ટિરીયા હોઈ શકે છે જ્યારે શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓનું કહેવું હતું કે પરીક્ષાના ડરથી આ પ્રકારના મામલા સામે આવ્યા છે જો કે કેટલાક  જાણકારો તેને પેરાલાઈઝિંગ ઈલનેસનું નામ આપી રહ્યા છે. હવે તર્ક જે પણ હોય પરંતુ આ રહસ્યમય બીમારીથી દરેક જણ ભયમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

95 વિદ્યાર્થીનીઓને અસર
કેન્યાના સ્થાનિક મીડિયાના જણાવ્યાં મુજબ રાજધાની નેરોબીથી લગભગ 375 કિમી દૂર મુસોલી શહેરમાં 95 વિદ્યાર્થીની ઓ બીમારીથી પીડિત છે. શાળાના શિક્ષકોનું કહેવું છે કે એક દિવસ તેમણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને હરવા ફરવામાં મુશ્કેલી અનુભવતા જોઈ. તેમના શરીરમાં ગંભીર રીતે ધ્રુજારી જોવા મળી. ડોક્ટરોને પણ ખબર ન પડી કે આખરે આ બીમારી પાછળનું કારણ શું છે. પીડિત વિદ્યાર્થીનીઓના લોહી અને પેશાબના નમૂના લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કેટલાક જાણકારોનું કહેવું છે કે આ માસ હિસ્ટિરિયાના લક્ષણ હોઈ શકે છે. 


પરીક્ષાનો ડર કે કઈ બીજું કારણ
શિક્ષણ સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે એવું પણ શક્ય છે કે આ વર્ષના અંતમાં થનારી પરીક્ષાના ડરથી મોટાભાગની વિદ્યાર્થીનીઓને આ પ્રકારની મુશ્કેલી થઈ રહી હોય. કેન્યાના સ્વાસ્થ્ય મંત્રી સુશન નાખુમિચાનું કહેવું છે કે હજુ સુધી સેન્ટ થેરેસા એરગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાંથી કોઈનામાં પણ પેથોઝેનની ઓળખ થઈ નથી. હાલ આ સંબંધમાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને રોગ વિશે ઓળખ થઈ શકે. હજુ સુધી પાંચ કેસમાં રિપોર્ટ સામે આવ્યા છે અને કોઈનામાં કોઈ પેથોઝેન મળ્યું નથી. 


બીબીસીએ જણાવ્યું છે કે વિશેષજ્ઞોનું માનવું છે કે આ 'સામૂહિક ઉન્માદ'નો મામલો હોઈ શકે છે. પશ્ચિમી ક્ષેત્રના એજ્યુકેશન ડાયરેક્ટર જેરેડ ઓબિએરોએ ડેઈલી નેશનને જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીનીઓ અસ્વસ્થ હોઈ શકે છે પરંતુ મોટાભાગના પોતાની  બીમારીનું બહાનું કરી શકે એવું હોઈ શકે. તેમણે કહ્યું કે ફોર્મ ત્રણના વિદ્યાર્થીઓની વર્ષના અંતની પરીક્ષાઓ બુધવારથી શરૂ થવાની હતી પરંતુ તેમાંથી કેટલાક સ્કૂલ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે તેઓ પરીક્ષા માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે તેનો અર્થ એ છે કે સ્ટુડન્ટ્સમાં કેટલાક લક્ષણ અસલ ન હોઈ શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube