ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાંના રહસ્યો આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યુ નથી.  તમને એક વાત ખબર જ હશે કે ગુરુત્વાકર્ષણ બળ વગર ધરતી પર જીવન અસંભવ છે. તેમ છતા પણ ધરતી પર કેટલીક જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગુ નથી પડતુ. આવી જગ્યાઓને લઈ આજે પણ એ વાતનું રહસ્ય યથાવત્ છે કે આખરે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ કેવી રીતે નથી કરતુ. આશ્ચર્યની વાત તો એ છે કે, આવી જગ્યાની આસપાસની સ્થિતિ સામાન્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સેંટ ઈગ્નાસ મિસ્ટ્રી સ્પૉટ, મિશિગન
અમેરિકાના મિશિગનમાં પણ એક જગ્યા એવી છે, જેને ‘સેંટ ઈગ્નાસ મિસ્ટ્રી સ્પૉટ’ કહેવામાં આવે છે. આ જગ્યાની શોધ 1950માં થઈ હતી. જ્યારે અમુક લોકોની એક ટીમ આ જગ્યાની તપાસ માટે પહોંચી, તો તેમના તમામ ઉપકરણો અહીં આવ્યા બાદ બંધ પડી ગયા. ઘણા દિવસો બાદ ખબર પડી કે, અહીં 300 વર્ગફૂટની આસપાસના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ. આ જગ્યા પર આવીને એવુ લાગશે, કે જાણે તમે અંતરિક્ષ યાનમાં જ ઉભા હોવ.



સ્પુક હિલ, ફ્લોરિડા
અમેરિકાના ફ્લોરિડામાં પણ એક જગ્યા છે, જેને ‘સ્પુક હિલ’ના નામથી ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વાહનો ઢાળવાળી જગ્યા પર સરળતાથી પસાર થઈ જાય છે. પરંતુ આ જગ્યા બિલકુલ ઊંધી છે. અહીં આવીને તમે તમારી કારને બંધ કરી દેશો તો કાર ઢાળવાળા રસ્તાની ઊંધી દિશામાં ખેંચાય છે. આમ ત્યારે થાય છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ.

 
 


મિસ્ટ્રી સ્પૉટ, સાંતા ક્રૂઝ કેલિફોર્નિયા
આ જગ્યાને ‘મિસ્ટ્રી સ્પૉટ’ના નામથી ઓળખવામાં આવે છે. જે અમેરિકાના કેલિફોર્નિયાના સાંતા ક્રૂઝમાં આવેલી છે. આ જગ્યાની શોધ 1939માં થઈ હતી. ત્યારે આ જગ્યા શોધનારને એવુ લાગતુ હતુ કે જાણે અહીં કોઈ રહસ્યમયી તાકાત છુપાયેલી છે. પરંતુ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે 150 વર્ગ ફૂટના એક ગોળાકાર વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ. અહીં પાણી નીચેથી ઉપરની દિશામાં વહે છે. સાથે જ માણસ ઈચ્છે તો પડ્યા વગર એક ખૂણામાં ઉભો પણ રહી શકે છે. આ જગ્યા ખરેખર અદ્ભૂત છે.



મેગ્નેટિક હિલ, લેહ
ભારતમાં ઉપસ્થિત આ જગ્યાને મેગ્નેટિક હિલના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા પણ ફ્લોરિડાના સ્પુક હિલ જેવી જ છે. અહીં પણ કાર કોઈપણ પ્રકારની મદદ વગર જાતે જ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપરની તરફ ચાલી જાય છે. આ રહસ્યમયી જગ્યાને મેગ્નેટિક હિલના નામથી ઓળખવામાં આવે છે.


કૉસ્મૉસ મિસ્ટ્રી એરિયા, રૈપિડ સિટી
અમેરિકાના દક્ષિણી ડકોટામાં આવેલી આ રહસ્યમયી જગ્યાને કૉસ્મૉસ મિસ્ટ્રી સ્પોટના નામે ઓળખવામાં આવે છે. આ જગ્યા પરની દુનિયા આખી અલગ જ છે. અહીં તમને વિચિત્ર પ્રકારના ઝાડ જોવા મળે છે. જે રહસ્યમયી રીતે એક જ બાજુથી નમી ગયેલા હોય છે. જો તમે ઈચ્છો તો આ જગ્યા પર એક જ પગે પડ્યા વગર ઉભા રહી શકો છો. આ જગ્યા પર આવીને તમને એવુ લાગશે, જાણે તમારુ વજન બિલકુલ ઓછુ થઈ ગયુ હોય.