વોશિંગટનઃ અમેરિકી સંસદના નિચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી તાઇવાનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યાં છે. અમેરિકી મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનની ધમકીઓ છતાં પેલોસી તાઇવાન જશે. સોમવારે તે ચાર દેશિયન દેશોની યાત્રા પર સિંગાપુર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચીન, તાઇવાનને પોતાનો ભાગ માને છે અને તેણે પેલોસીની સંભવિત યાત્રાને લઈને ચેતવણી આપી છે. નેન્સી પેલોસી એક સૈન્ય વિમાન C-40C માં વોશિંગટનથી રવાના થયા હતા. વોલ સ્ટ્રીટ જનરલે સોમવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે પેલોસીએ પોતાના દક્ષિણ એશિયા પ્રવાસની શરૂઆત કરતા સોમવારે સવારે સિંગાપુર પહોંચી ત્યાંના નેતાઓ સાથે મુલાકાત સાથે કરી. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે પેલોસીની તાઇવાનના સરકારી અધિકારીઓ સાથે બેઠક થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાઇવાની અધિકારીઓ સાથે નક્કી છે બેઠકો
તાઇવાનમાં પેલોસી જેને મળવાની છે તેને અચાનક આવવા વિશે માહિતી આપી દેવામાં આવી છે. પરંતુ આ વિશે હજુ વિસ્તૃત વિગત આવવાની બાકી છે. આ અધિકારીઓ સાથે પેલોસીની કેટલીક બેઠકો મંગળવારે સાંજ માટે નક્કી કરવામાં આવી છે. બાકી બેઠકો બુધવારે થવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેલોસી જે લોકો સાથે મુલાકાત કરશે તેમાં માત્ર તાઇવાનના સરકારી અધિકારી જ નહીં પરંતુ અન્ય લોકો પણ સામેલ થઈ શકે છે. 


તાઇવાનમાં પેલોસી રોકાશે કે નહીં, શંકા યથાવત
રિપોર્ટ પ્રમાણે મામલાથી પરિચિત વ્યક્તિએ કહ્યું- તે ચોક્કસપણે (તાઇવાન) આવી રહી છે. એકમાત્ર શંકા તે વાત પર છે કે તે તાઇવાનમાં એક રાત રોકાશે કે તે દિવસે પરત જતા રહેશે. નોંધનીય છે કે ચીને પેલોસીની તાઇવાન યાત્રાને સૈન્ય હસ્તક્ષેપ સુધીની ધમકી આપી છે. આ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે પેલોસીએ સોમવારે સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગ, રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ અને અન્ય કેબિનેટ સભ્યો સાથે મુલાકાત કરી. 


આ પણ વાંચોઃ 102 વર્ષના વ્યક્તિએ ખોલ્યું ફિટનેસનું રહસ્ય, કહ્યું- 'આ 3 ચીજ ખુબ જરૂરી'


જિનપિંગે બાઇડેનને આપી હતી ધમકી
આ પહેલા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાછલા સપ્તાહમાં પોતાના અમેરિકી સમકક્ષ જો બાઇડેન સાથે ટેલીફોન પર કરેલી વાર્તામાં તાઇવાન મામલામાં હસ્તક્ષેપ કરવા વિરુદ્ધ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, આગ સાથે રમવું અંતે ખુગ તેની સાથે સળગી જવું હોય છે. ચીનને લાગે છે કે તાઇવાનની સાથે સત્તાવાર અમેરિકી સંપર્ક તેની દાયકાઓ જૂની તે નીતિની વિરુદ્ધ તેને (તાઇવાનને) ઉશ્કેરે છે, જે હેઠળ તે તેને વાસ્તવિક સ્વતંત્રતા અને સ્થાયી ક્ષેત્ર માને છે. પરંતુ અમેરિકી નેતાઓનું કહેવું છે કે તે ચીનના આ દ્રષ્ટિકોણનું સમર્થન કરતા નથી. 


પેલોસી જો તાઇવાનનો પ્રવાસ કરે છે તો તે 1997માં પ્રતિનિધિ સભાના તત્કાલીન અધ્યક્ષ ન્યૂટ ગિંગરિચ બાદ તાઇવાનની યાત્રા કરનાર સર્વોચ્ચ પદ પર આસીન પ્રથમ ચૂંટાયેલી અમેરિકી અધિકારી હશે. બિડેન વહીવટીતંત્રે બેઇજિંગને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે કે જો આવી મુલાકાત થાય છે, તો તે યુએસ નીતિમાં ફેરફારનો સંકેત આપશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube