લોસ એન્જલસ: અમેરિકામાં એક મહિલા દ્વારા એક 11 વર્ષના બાળક સાથે દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જો કે મહિલા દ્વારા આ અપરાધ 2014માં અંજામ અપાયો હતો. જાણીને પણ થથરી જવાય. આરોપી મહિલાએ મારિસા મોરી (28)ને 20 વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મારિસાએ તે સમયે 11 વર્ષના બાળક સાથે 15 વાર જબરદસ્તીથી શારીરિક સંબંધ બનાવ્યાં હતાં. ત્યારબાદ ફ્લોરિડાના હિલ્સબોરો કાઉન્ટીમાં મારિસાએ એક પુત્રને જન્મ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ જે 11 વર્ષના બાળકનો રેપ કર્યો હતો તે હવે 17 વર્ષનો સગીર છે અને પોતાના પરિવારની મદદથી આ પાંચ વર્ષના બાળકનો ઉછેર કરવાની ભરપૂર કોશિશ કરી રહ્યો છે. હાલના સમયમાં આ આરોપી મહિલા જેલમાં સજા કાપી રહી છે. જ્યારે બાળકને શારીરિક શોષણનો ભોગ બનાવ્યો ત્યારે તેની ઉંમર 28 વર્ષની હતી. તે 11 વર્ષના બાળક માટે નૈની (દેખભાળ કરનારી)નું કામ કરતી હતી. શારીરિક શોષણનો અપરાધ સ્વીકાર્યા બાદ તે દોષિત ઠરી અને મહિલાને 20 વર્ષની સજા થઈ છે. રિપોર્ટ્સ મુજબ મહિલા આ અગાઉ પણ એક સગીર સાથે સંબંધ બાંધ્યા બાદ અન્ય એક બાળકને જન્મ આપી ચૂકી છે. એક અંગ્રેજી વેબસાઈટના અહેવાલ મુજબ જાન્યુઆરી 2014માં જ્યારે મહિલાએ 11 વર્ષના બાળક સાથે સંબંધ બનાવ્યાં તો તે લિવ ઈન નૈનીનું કામ કરતી હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...