આ ખાસ વ્યક્તિના લવ લેટર માટે રીતસરની પડાપડી, કરોડોમાં થઈ હરાજી
ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ દ્વારા પત્ની જોસેફિનને લખાયેલા ત્રણ પ્રેમ પત્રોની કુલ 5,13,000 યુરો (5,75,000 અમેરિકી ડોલર)માં હરાજી થઈ. ત્રણેય લવ લેટર 1796 અને 1804 દરમિયાન લખાયેલા હતાં. ડ્રોઉટ હરાજી ઘરે આ જાણકારી આપી.
પેરિસ: ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ દ્વારા પત્ની જોસેફિનને લખાયેલા ત્રણ પ્રેમ પત્રોની કુલ 5,13,000 યુરો (5,75,000 અમેરિકી ડોલર)માં હરાજી થઈ. ત્રણેય લવ લેટર 1796 અને 1804 દરમિયાન લખાયેલા હતાં. ડ્રોઉટ હરાજી ઘરે આ જાણકારી આપી.
બોનાપાર્ટના પત્રની ખાસ વાતો
1796માં ઈટલી અભિયાન દરમિયાન લખાયેલા એક પત્રમાં ફ્રાન્સના બોનાપાર્ટે લખ્યું હતું કે મારી વ્હાલી મિત્ર, તમારા તરફથી કોઈ પત્ર મળ્યો નહીં. જરૂર કઈંક ખાસ ચાલી રહ્યું છે આથી તમે તમારા પતિને ભૂલી ગયા છો. જો કે, કામ અને ખુબ જ થાક વચ્ચે ફક્ત અને ફક્ત તમારી યાદ આવે છે.
જુઓ LIVE TV