નવી દિલ્હી: અમેરિકા (US)ના એક અઠવાડિયાના પ્રવાસ માટે પીએમ મોદી (Narendra Modi) રવાના થઈ ગયા. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સામેલ થશે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને હાલ હ્યુસ્ટનમાં માહોલ મોદીમય થઈ ગયો છે. રસ્તાઓ પર હાઉડી મોદી કાર્યક્રમના પોસ્ટર્સ લાગેલા છે. લોકો આ અંગે જાણકારી આપવા માટે રેલીઓ કાઢી રહ્યાં છે. 


પીએમ મોદી હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરના રોજ Howdy Modi કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થશે. ખાસ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. હ્યુસ્ટનમાં પીએમ મોદી હિન્દીમાં ભાષણ આપશે. ભાષણ દરમિયાન સમગ્ર દુનિયામાં લોકો માટે ભાષણનો અલગ અલગ ભાષામાં અનુવાદ કરવામાં આવશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...