ટોક્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સમકક્ષ જાપાની વડાપ્રધાન શિંજો આબેએ સોમવારે પાકિસ્તાનને કહ્યું કે, તેઓ મુંબઇ અને પઠાણકોટ હૂમલાના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. બંન્ને નેતાઓએ અહીં ઔપચારિક શિખર સમ્મેલનમાં આતંકવાદનાં વધી રહેલા ખતરા અને તેની વૈશ્વિક પહોંચ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને નેતાઓની વચ્ચે બે દિવસ ચાલેલી શીખર મંત્રણા બાદ ચાલી રહેલ ભારત - જાપાન દ્રષ્ટી વકતવ્યના અનુસાર તેમણે નવેમ્બર, 2008માં મુંબઇમાં અને જાન્યુઆરી 2016માં પઠાણકોટ હૂમલા સહિત આતંકવાદી હૂમલાના ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાનને આહ્વાન કર્યું. 

મુંબઇ હૂમલામાં 166 લોકોનાં મોત નિપજ્યાં હતા. 
લશ્કર એ તૈયબાનાં 10 આતંકવાદી નવેમ્બર, 2008માં સમુદ્ર પાર કરીને કરાંચીથી મુંબઇ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સમન્વિત હૂમલામાં 166 લોકોની હત્યા કરી દીધી હતી અને 300થી વધારે લોકોનો ઘાયલ કરી દીધા હતા. ભારતે મુંબઇ હૂમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના વડા હાફિઝ સદઇને દેશમાં ખુલ્લેઆમ ફરવાની પરવાનગી આપવા બદલ પાકિસ્તાન સામે ચિંતા વ્યક્ત કરી હતી. 

આતંકવાદી ખતરાની વિરુદ્ધ સહયોગને વધારે મજબુત કરવા માટે પ્રણ
વક્તવ્યમાં કહ્યું કે તેમણે અલ કાયદા, જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તોયબા અને તેના સંબંધિત સંગઠનો સહિત અલગ અલગ સમુહો પાસે આતંકવાદી ખતરાઓની વિરુદ્ધ સહયોગ મજબુત કરવાનું પ્રણ લીધું. બંન્ને નેતાઓએ આતંકવાદીઓને છુપાવાના સ્થળોને નષ્ટ કરવા, આતંકવાદીઓેને આર્થિક મદદ પુરી પાડનારી ચેનલ તોડવા અને આતંકવાદીઓને સરહદ પર આવન જાવન અટકાવવા માટે તમામ દેશોને આહ્વાન કર્યું. 

વડાપ્રધાન મોદી અને શિંજો આબેએ પરમાણુ હથિયારને સંપુર્ણ ખતમ કરવા અને પરમાણુ પ્રસાર અને પરમાણુ આતંકવાદના પડકારને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબુત કરવાના કાર્ય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને પોતાની વચનબદ્ધતા યાદ કરી હતી.