મોસ્કોઃ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી એક ખુબ બુદ્ધિમાન વ્યક્તિ છે. તેમણે બંને દેશોની વચ્ચે ઐતિહાસિક રૂપથી મૈત્રિપૂર્ણ સંબંધોની પ્રશંસા કરી છે. પુતિને કહ્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના મામલામાં ખુબ પ્રગતિ કરી રહ્યું છે. પુતિને નાણાકીય સુરક્ષા અને સાઇબર અપરાધ વિરુદ્ધ લડાઈના ક્ષેત્રમાં પણ રશિયા અને ભારતની વચ્ચે આગળના સહયોગની પણ આશા વ્યક્ત કરી છે. પુતિને પાછલા મહિને પણ 8માં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (ઈઈએફ) ને સંબોધિત કરતા મેડ ઇન ઈન્ડિયા અને પીએમ મોદીની જોરદાર પ્રશંસા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિને પીએમ મોદી માટે શું કહ્યું
આરટી ન્યૂઝ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ એક વીડિયો અનુસાર પુતિને એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની સાથે અમારા ખુબ સારા રાજકીય સંબંધ છે, તે ખુબ બુદ્ધિમાન વ્યક્તિ છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસમાં ખુબ સારી પ્રગતિ કરી રહ્યો છે. આ એજન્ડા પર કામ કરવું ભારત અને રશિયા બંનેના હિતમાં સંપૂર્ણ રીતે મેળ ખાય છે. તેમની ટિપ્પણી ભારતમાં જી20 શિખર સંમેલનમાં નવી દિલ્હી જાહેરાતને અપનાવ્યાના તુરંત બાદ આવી છે. 


આ પણ વાંચોઃ બાળકો સંભાળી શકશો તો મળશે 80 લાખ રૂપિયા પગાર, અમેરિકામાં નીકળી છે જાહેરાત


જી20ને લઈને ભારતથી ખુશ છે રશિયા
ઉલ્લેખનીય છે કે ઘોષણાપત્રમાં યુક્રેનમાં ચાલી રહેલ સંઘર્ષમાં શાંતિ સ્થાપિત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો દોષ રશિયા પર નાખવામાં આવ્યો નહીં, જે પાછલા ઘોષણાપત્રથી ખુબ ઉલટ છે. રશિયાએ નવી દિલ્હી ઘોષણાનું સ્વાગત કર્યું હતું અને તેને પાયાનો પથ્થર ગણાવ્યો હતો. રશિયાએ ગ્લોબલ સાઉથથી જી20 દેશોને એક કરવામાં ભારતની અધ્યક્ષતાની સક્રિય ભૂમિકાની પ્રશંસા કરી હતી. 


પહેલા પણ પીએમ મોદીની પ્રશંસા કરી ચુક્યા છે પુતિન
પાછલા મહિને પણ રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવાનું  સારૂ કામ કરી રહ્યાં છે. 8માં ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં એક સંબોધનમાં પુતિને કહ્યું કે તમે જાણો છો કે અમારી પાસે ત્યારે ઘરેલૂ સ્તર પર નિર્મિત કારો નહોતી, પરંતુ હવે અમારી પાસે છે. તે સત્ય છે કે તે મર્સિડિઝ કે ઓડી કારોની તુલનામાં વધુ મામૂલી દેખાય છે, જે આપણે 1990ના દાયકામાં મોટી માત્રામાં ખરીદી ગઈ હતી, પરંતુ આ કોઈ મુદ્દો નથી. મને લાગે છે કે આપણે આપણા ઘણા ભાગીદારોનું અનુકરણ કરવું જોઈએ. ભારત તેનું ઉદાહરણ છે. પુતિને કહ્યું કે મેડ ઇન ઈન્ડિયા વાહનોના નિર્માણ અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. મને લાગે છે કે પીએમ મોદી મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે સારૂ કામ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube