India China Bilateral Meeting: રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ શિખર સંમેલનનો આજે બીજો દિવસ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ, જે લગભગ 5 વર્ષ બાદ પ્રથમ ઔપચારિક બેઠક છે. 2020માં ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બંને દેશોના સંબંધોમાં મતભેદ ઉભા થયા હતા. તાજેતરમાં બંને પક્ષો વચ્ચે ઘણા મુદ્દા પર સહમતિ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિક્સથી ઇતર દ્વિપક્ષીય વાર્તા
હકીકતમાં પીએમ મોદીએ બુધવારે બ્રિક્સ શિખર સંમેલનથી ઇતર ચીનના રાષ્ટ્રપતિ છી જિનપિંગની સાથે દ્વિપક્ષીય વાર્તા કરી છે. તેમણે ભારત-ચીન સંબંધોને ક્ષેત્રીય તથા વૈશ્વિક શાંતિ તથા સ્થિરતા માટે મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે આપસી વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતા બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કરશે. 



શું બોલ્યા પીએમ મોદી?
મહત્વનું છે કે મે 2020માં પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ ઉભો થયા બાદ બંને દેશોના સર્વોચ્ચ નેતાઓ વચ્ચે આ પ્રથમ બેઠક હતી. બેઠકની તસવીરો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે કઝાન બ્રિક્સ શિખર સંમેલનથી ઇતર રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ભારત-ચીન સંબંધ આપણા દેશોના લોકો માટે અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. આપસી વિશ્વાસ, આપસી સન્માન અને આપસી સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કરશે. 


મહત્વનું છે કે આ વાર્તા તેવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલા ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પોતાની સેનાઓ દ્વારા પેટ્રોલિંગ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. ચાર વર્ષથી ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવાની દિશામાં તેને મોટી સફળતા માનવામાં આવી રહી છે. નવેમ્બર 2022માં મોદી અને શીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા જી-20 નેતાઓ માટે આયોજીત રાત્રીભોજમાં એકબીજાનું અભિવાદન કર્યું અને ટૂંકી વાતચીત કરી હતી.