અમે શાંતિના પક્ષમાં, યુદ્ધમાં કોઈ જીતશે નહીં.. યુક્રેન સંકટ પર રશિયાનુમ નામ લીધા વગર બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે યુક્રેન સંકટની શરૂઆતથી અમે તત્કાલ યુદ્ધવિરામનું આહ્વાન કર્યુ અને તે વાત પર ભાર આપ્યો કે વિવાદને ઉકેલવા માટે વાતચીત માત્ર એક રસ્તો છે. અમારૂ માનવુ છે કે આ યુદ્ધમાં કોઈ વિજયી પાર્ટી હશે નહીં, બધાને નુકસાન થશે.
બર્લિનઃ યુરોપીય દેશોના પ્રવાસ પર પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટુ નિવેદન આપ્યું છે. જર્મન ચાન્સલર ઓલાફ શોલ્ઝની સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યુ કે, અમે યુક્રેન સંકટ શરૂ થતા તત્કાલ યુદ્ધ વિરામનું આહ્વાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, આ યુદ્ધમાં કોઈપણ પક્ષની જીત થશે નહીં. પીએમ મોદીએ રશિયાનું નામ લીધા વગર કહ્યુ કે, યુક્રેન સંકટને કારણે તેલ અને ખાદ્યની કિંમતો આસમાન પર પહોંચી ગઈ છે.
પીએમ મોદી બોલ્યા- અમે સંકટ શરૂ થતાં યુદ્ધવિરામનું આહ્વાન કર્યુ
પીએમ મોદીએ કહ્યુ કે યુક્રેન સંકટની શરૂઆતથી અમે તત્કાલ યુદ્ધવિરામનું આહ્વાન કર્યુ અને તે વાત પર ભાર આપ્યો કે વિવાદને ઉકેલવા માટે વાતચીત માત્ર એક રસ્તો છે. અમારૂ માનવુ છે કે આ યુદ્ધમાં કોઈ વિજયી પાર્ટી હશે નહીં, બધાને નુકસાન થશે તેથી અમે શાંતિના પક્ષમાં છીએ. યુક્રેન સંઘર્ષથી ઉથલ-પાથલને કારણે તેલની કિંમતો આસમાને પહોંચી છે, વિશ્વમાં ખાદ્યાન અને ફર્ટિલાઇઝરની કમી થઈ રહી છે. તેનાથી વિશ્વના દરેક પરિવાર પર ભાર પડ્યો છે પરંતુ વિકાસશીલ અને ગરીબ દેશો પર તેની અસર વધુ ગંભીર થઈ રહી છે.
જર્મનીની યાત્રાને લઈને ખુશી વ્યક્ત કરી
પીએમ મોદીએ તે પણ કહ્યુ કે મને ખુશી છે કે મારી 2022ની પ્રથમ વિદેશ યાત્રા જર્મનીમાં થઈ રહી છે. કોઈ વિદેશી નેતાની સાથે મારી પ્રથમ ટેલીફોન પર વાતચીત મારા મિત્ર ચાન્સલર ઓલાફ શોલ્ઝની સાથે થઈ. IGCનું હોવું દર્શાવે છે કે અમે અમારા રણનીતિક સંબંધોમાં કેટલું મહત્વ રાખીએ છીએ.
આ પણ વાંચોઃ Death due to Pollution: પ્રદૂષણને કારણે ઓછા થઈ રહ્યાં છે તમારા જીવનના 2.2 વર્ષ! રિસર્ચમાં થયો ખુલાસો
કોવિડ મહામારીથી વિનાશ પર પણ બોલ્યા પીએમ
પીએમ મોદીએ કહ્યુ કે લોકતાંત્રિક દેશ તરીકે ભારત અને જર્મની ઘણા કોમન મૂલ્યો ધરાવે છે. આ સંયુક્ત મૂલ્યો અને સંયુક્ત હિતોના આધાર પર છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે. અમારી પાછલી IGC 2019 માં થઈ હતી, ત્યારથી વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તન થયું છે. કોવિડ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વિનાશકારી પ્રભાવ પાડ્યો છે. હાલની જિયો પોલિટિકલ ઘટનાઓએ તે પણ દેખાડ્યું કે વિશ્વની શાંતિ અને સ્થિરતા કેટલી નાજુક સ્થિતિમાં છે અને બધા દેશ કેટલા ઇન્ટરકનેક્ટેડ છે.
પીએમ બોલ્યા- ભારત વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે
પોસ્ટ કોવિડ કાળમાં ભારત અન્ય મોટી અર્થવ્યવસ્થાના મુકાબલે સૌથી ઝડપી ગ્રોથ કરી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે ભારત વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે. હાલમાં અમે ખુબ ઓછા સમયમાં યુએઈ તથા ઓસ્ટ્રેલિયાની સાથે વેપાર સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube