Asteroids Earth Collision: ધરતી પર છેલ્લા ઘણા દિવસથી એસ્ટ્રોઈડનો જાણે ખુબ વરસાદ થઈ રહ્યો છે. અવારનવાર કોઈને કોઈ એસ્ટોરોઈડ ધરતી તરફ આવે છે અને વૈજ્ઞાનિકોને જોખમ મહેસૂસ થવા લાગે છે. એકવાર ફરીથી 2 એસ્ટેરોઈડ ધરતી તરફ આગળ વધી રહ્યા છે. આજે 24 સપ્ટેમ્બરની રાતે બંને એસ્ટેરોઈડ ધરતીની ખુબ નજીકથી પસાર થશે. જો કે બંને ધરતી સાથે અથડાય એવી શક્યતા ખુબ ઓછી છે. પરંતુ આમ છતાં વૈજ્ઞાનિકોએ તેમના ધરતીની નજીકથી પસાર થવા પર કંપન મહેસૂસ થવા, ભૂકંપ-તોફાન જેવી ઘટનાઓ ઘટવાની આશંકા વ્યક્ત કરી છે. આ એસ્ટેરોઈડ ધરતી પાસેથી પસાર થતો જોઈ પણ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પેશિયલ દૂરબીનથી જોઈ શકાય
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ એક એસ્ટેરોઈડનું નામ 2024 RO11 છે જે લગભગ 120 ફૂટનો છે અને તે લગભગ 4580000 માઈલની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે. બીજા એસ્ટેરોઈડનું નામ 2020GE છે જે લગભગ 26 ફૂટનો છે અને આશરે 410000 માઈલની  ઝડપથી ધરતી નજીકથી પસાર થશે. આ અંતર પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેના અંતરથી થોડું વધુ છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબ આ એસ્ટેરોઈડ પર નજર રાખી રહી છે. જો કે બંને એસ્ટેરોઈડથી ધરતીને કોઈ જોખમ નથી, પરંતુ સ્પેશિયલ દૂરબીનથી લોકો તેની એક ઝલક જોઈ શકે છે. કાલે 25 સપ્ટેમ્બરની રાતે પણ એક એસ્ટેરોઈડ 2024 RK7 ધરતી પાસેથી પસાર થશે અને તે લગભગ 100 ફૂટ વ્યાસનો છે. 




શું છે આ એસ્ટેરોઈડ અને કેવી રીતે બને છે?
અત્રે જણાવવાનું કે એસ્ટેરોઈડ ધાતુ અને ખનિજ પદાર્થોનું મિશ્રણ હોય છે અને પથ્થર જેવા દેખાય છે. એસ્ટેરોઈડ ગ્રહોની પરિક્રમા કરતા રહે છે. કેટલાક એસ્ટેરોઈડ ધરતીની નજીકથી પસાર થાય છે તો કેટલાક ફરતા ફરતા ધરતીના વાયુમંડળમાં આવી જાય છે અને ત્યારે તેને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે અને લોકો તેને નરી આંખે જોઈ પણ શકે છે. આ ઉલ્કાપિંડોને આકાશમાં ચમકતી રોશની તરીકે જોઈ શકાય છે. એસ્ટેરોઈડ સૌર મંડળના અવશેષ છે જે 4.6 બિલિયન વર્ષ પહેલા બની ગયા હતા. જ્યારે ગ્રહો પોતાના આકારમાં આવી રહ્યા હતા ત્યારે માટી અને ગેસના કણ પરસ્પર ટકરાઈને ગ્રહોના નાના નાના ટુકડા બની ગયા જેને એસ્ટેરોઈડ કહે છે. મોટાભાગના એસ્ટેરોઈડ બૃહસ્પતિ ગ્રહના  બેલ્ટમાં રહે છે, જેની ગ્રેવિટીએ આ એસ્ટેરોઈડને ગ્રહ બનવા દીધા નહીં.