વર્ષ 2024 પૂરું થતા પહેલા બે એસ્ટેરોઈડ 2024 YC1 અને 2024 YQ2 પૃથ્વી પાસેથી પસાર થવાના છે. નાસાએ સ્પષ્ટ કર્યું છે કે તેનાથી જો કે પૃથ્વીને કોઈ જોખમ નથી. આ બંને એસ્ટેરોઈડ પૃથ્વીથી લગભગ 639,000 માઈલના અંતરથી પસાર થશે. જે પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેના અંતરથી લગભગ બમણા કરતા પણ વધુ છે. તેઓ નીકટ આવવા છતાં પૃથ્વી સાથે અથડાવવાની સંભાવના નથી. બંને એસ્ટેરોઈડની ઝડપ 30 હજાર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 YC1 એસ્ટેરોઈડ
2024 YC1  એ એક મોટો એસ્ટેરોઈડ છે. જેની લંબાઈ લગભગ 170 ફૂટ (52 મીટર) છે, જે એક મોટા કોમર્શિયલ વિમાનના આકાર બરાબર છે. તે લગભગ 20,666 માઈલ પ્રતિ કલાક (33,240 કિમી પ્રતિ કલાક)ની ઝડપથી પૃથ્વી પાસેથી પસાર થશે. 28 ડિસેમ્બર 2024ના રોજ ભારતીય સમય મુજબ બપોરે 2:29 વાગે તે પૃથ્વી પાસેથી પસાર થશે. તેના વિશાળ આકાર અને ઝડપ છતાં તે પૃથ્વીથી સુરક્ષિત અંતરે રહેશે. 


2024 YQ2 એસ્ટેરોઈડ
2024 YQ2 આમ તો સરખામણીમાં નાનો એસ્ટેરોઈડ છે. જેની લંબાઈ લગભગ 80 ફૂટ (24 મીટર) છે. તે 23,313 માઈલ પ્રતિ કલાક (37,500 માઈલ પ્રતિ કલાક)ની ઝડપથી મુસાફરી કરે છે. 2024 YC1 ની જેમ જ તે પણ 28 ડિસેમ્બર 2024ના રોજ પૃથ્વીથી લગભગ 639,000 માઈલના અંતરેથી પસાર થશે. આ એક અનોખો સંયોગ છે કે બંને એસ્ટેરોઈડ એક જ દિવસે પૃથ્વી પાસેથી પસાર થશે. 


શું હોય છે આ એસ્ટેરોઈડ
એસ્ટેરોઈડ સૂર્યમંડળ બન્યું તે સમયે બચી ગયેલા ટુકડાં છે. તેના સ્ટડીથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ મળે છે કે ગ્રહો કેવી રીતે બન્યા અને જીવન માટે જરૂરી  તત્વોનું નિર્માણ કેવી રીતે થયું. ઈતિહાસમાં એસ્ટેરોઈડ પૃથ્વી સાથે અથડાયાના અનેક વિનાશકારી ઉદાહરણ હાજર છે. સૌથી ભયાનક ઘટના 66 મિલિયન વર્ષો પહેલા ઘટી હતી જ્યારે એક મોટા એસ્ટેરોઈડે ડાયનાસોરનું અસ્તિત્વ સમાપ્ત કરી દીધુ હતું. 


નાસા એસ્ટેરોઈડ્સ અને પૃથ્વીની નજીકની વસ્તુઓની નિગરાણી માટે એડવાન્સ્ડ રડાર સિસ્ટમનો યૂઝ કરે છે. 2024 YC1 અને 2024 YQ2 નું પૃથ્વીની નજીકથી પસાર થવું એ આપણા સૂર્યમંડળ અને ગ્રહોની સંરચના વિશે નવી જાણકારીઓ મેળવવાની તક હોઈ શકે છે.