What is Moon Timelapse: તાજેતરમાં એક દુર્લભ ખગોળીય ઘટના બની. જેના પર દુનિયાભરના લોકોએ ઓછું ધ્યાન આપ્યું. આ ઘટના નાસાના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. થયું એવું કે ચંદ્ર પર તોફાન આવ્યું. ત્યારબાદ જે થયું તે ચોંકાવનારું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નાસાના એક વૈજ્ઞાનિકે એક વીડિયો શેર કર્યો છે જેમાં ચંદ્રમાને ઓરોરાને રંગીન બ્રેકગ્રાઉન્ડની સામે અસ્ત થતો જોઈ શકાય છે. આ એક પ્રકારનો ટાઈમલેપ્સ વીડિયો છે જે સૌર પવન અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની પ્રતિક્રિયા સાથે સંબંધિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જે સમગ્ર ઘટના બની તે દુર્લભ છે. તેનાથી પણ દુર્લભ એ વાત છે કે તેનો વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો. નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે આ વીડિયો કેપ્ચર કર્યો છે. આ ટાઈમલેપ્સ વીડિયોમાં ઓરોરા બોરેલિસની અદભૂત ઘટના રેકોર્ડ કરવામાં આવી છે. આ ખગોળીય ઘટના સૌર પવન અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા છે, કેટલાક લોકો તેને ચંદ્રનું તોફાન પણ કહી રહ્યા છે. પરંતુ આ શું છે તે જાણવું જરૂરી છે.


શું હોય છે આ ઘટના જેણે ચાંદ પર તોફાન કહેવામાં આવે છે?
વાસ્તવમાં, સૂર્યમાંથી સતત ચાર્જ પાર્ટિકલ્સ નીકળતા રહે છે, જેણે સૌર પવન કહેવામાં આવે છે. જ્યારે આ પાર્ટિકલ્સ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે છે, ત્યારે તે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે. વાયુમંડલમાં હાજર ગેસ જેવા કે ઓક્સિજન અને નાઈટ્રોજનની સાથે આ પાર્ટિકલ્સની પ્રતિક્રિયા હોય છે. આ પ્રતિક્રિયા દરમિયાન ઊર્જા નીકળે છે, જેના કારણે આકાશમાં રંગીન લાઇટ્સ દેખાય છે. ઓરોરાના રંગો એ ગેસ પર આધાર રાખે છે જેની સાથે સૌર કણો પ્રતિક્રિયા આપે છે.


ઉદાહરણ તરીકે ઓક્સિજન લીલા અને લાલ રંગનો, જ્યારે નાઈટ્રોજન આસમાની અને બેંગની રંગનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ વીડિયોમાં પણ એ જ થયું છે. ચાંદ અસ્થ થતા જોઈ શકાય છે કે પાછળ આકાશમાં ઘણા બધા ખુબસુરત રંગ દેખાઈ રહ્યા છે. સાથે સુરજ ઉગતો પણ જોઈ શકાય છે, જેનાથી રોશની અંતરિક્ષ સ્ટેશન પર પડી રહી છે.



ધરતી પર કેવી પીતે પડ્યો તેણો પ્રકાશ
અમુક સાઈન્સ રિપોર્ટસમાં એ દેખાડવામાં આવ્યું છે કે હાલના સૌર તોફાનોના કારણે ઉત્તરી ગોળાર્ધમાં ઓરોરાની ઘટનાઓ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સૂર્યમાંથી ઓછામાં ઓછી પાંચ શક્તિશાળી સૌર જ્વાળાઓ નીકળે છે, જેના પરિણામસ્વરૂપ પૃથ્વીના ધ્રુવીય વિસ્તારોમાં રંગીન પ્રકાશ જોવા મળ્યો છે.