વોશિંગટનઃ નાસાના ક્યોરિસિટી માર્સ રોવરે પોતાના અભિયાન દરમિયાન મંગળ ગ્રહ પર ચિકણી માટીના ખનિજોનો અત્યાર સુધીનો સૌથી મોટો ભંડાર શોધી કાઢ્યો છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ક્યુરોસિટી રોવરે મંગળવા બે લક્ષ્ય સ્થળ 'એબેરલેડી' અને 'કિલમારી'માંથી ખડકના નમૂના લીધા છે. મંગળ મિશનના 2405મા દિવસે 12 મેના રોજ રોવર દ્વારા ખેંચવામાં આવેલી એક નવી સેલ્ફીમાં આ ભંડાર જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે, ખનિજથી સંપન્ન આ વિસ્તાર નીચેના માઉન્ટ શાર્પની બાજુમાં આવેલો છે, જ્યાં 2012માં ક્યુરોસિટી યાને લેન્ડ કર્યું હતું. ક્યુરોસિટી યાન માઉન્ટ શાર્પ પર એ શોધી રહ્યું છે કે, શું અબજો વર્ષ પહેલા ત્યાં જીવન માટે જરૂરી વાતાવરણ હતું કે નહીં. 


ટેક્નોલોજી સંબંધિત સમાચાર માટે અહીં કરો ક્લિક...


ચિકણી માટીનું નિર્માણ સામન્ય રીતે પાણીના કારણે થાય છે, જે જીવન માટે અનિવાર્ય છે. રોવરના વિશેષ ઉપકરણ કેમિન (કેમિસ્ટ્રી અને મિનરોલોજી)એ ચિકણી માટીના ખનિજવાળા વિસ્તારમાં ખોદકામ કરીને મેળવેલા ખડકના નમૂનાનું પ્રથમ વખત વિશ્લેષણ કર્યું છે. 


ચેમિનને અત્યંત ઓછા પ્રમાણમાં હેમેટાઈટ મળ્યું છે. તે લોહ-ઓક્સાઈડ ખનિજ છે, જે ઉત્તરમાં આવેલા 'વેરા રૂબિન રિજયન'માં ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. નાસાના જણાવ્યા અનુસાર, ગેલ ક્રેટર વિસ્તારમાં એક સમયમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોવાના પુરાવા પણ મળ્યા છે. જૂના ઝરણાના કીચડના પડથી આ વિસ્તારના ખડકોનું નિર્માણ થયું છે. 


જૂઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...