પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!
Worlds Remotest Island : દુનિયાથી સાવ છેટે આવેલા એક ટાપુની તસવીર નાસાએ શેર કરી, જેને કારણે આ નાનકડો ટાપુ ફરી ચર્ચામાં આવ્યો
Tristan Da Cunha : અમેરિકાના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશ (NASA) ને હાલમાં જ કેટલીક નવી તસવીરો રજૂ કરી છે, જેનાથી ફરી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. નાસાએ લોકોને દુનિયાનો એક એવો હિસ્સો બતાવ્યો, જે પૃથ્વી પરથી સાવ અલગ દુનિયામાં વસેલો છે. આ ટાપનું નામ છે ટ્રિસ્ટન દા કુન્હા (Tristan da Cunha) . હકીકતમાં આ એક ટાપુ છે, જે દુનિયાથી સાવ છેટો પડેલો છે. ટ્રિસ્ટન દા કુન્હા ટાપુ ચારે તરફથી વિશાળ સમુદ્રથી ઘેરાયેલો છે. તેની આજુબાજુ માત્ર જંગલ જ છે.
પૃથ્વી પર જળવાયુમા વિવિધતા જોવા મળે છે. તો માનવીય વસવાટ, સમાજ, રહેણીકરણી, પરંપરા, સંસ્કૃતિ, ભાષા, જીવન અને ખાણીપીણીની દરેક પરિસ્થિતિમાં અદભૂત વિવિધતા ઝળકે છે. સાઈબેરિયા, અલાસ્કા, ડેનમાર્ક કે ગ્રીનલેન્ડ જેવા સૌથી ઠંડા વિસ્તારો હોય કે કુવૈત જેવો ગરમ પ્રદેશ હોય, જ્યાં તાપમાન 50 ડિગ્રીથી વધારે રહેતું હોય, આ તમામ વિસ્તારમાં જીવનની ગાડી ચલાવવી બહુ જ ચેલેન્જિંગ કામ છએ. આ રીતે જ વિશાળ સમુદ્રથી ઘેરાયેલા ટાપુ પર પણ માનવજીવન સરળ નથી. અનેક ચેલેન્જિંસની વચ્ચે માણસોનો જુસ્સો જ તેમને અહી જીવાડે છે.
ટ્રિસ્ટન દા કુન્હા ટાપુની વસ્તી ઘટી
વિપરીત વાતાવરણના પલટાને સહન કરનારા દરેક વિસ્તારોમાં એક સમાનતા જોવા મળે છે. આ વિસ્તારોમાં વસતી બહુ જ ઓછી હોય છે. ડેનમાર્કની આબાદી 60 લાખથી ઓછી છે. ગ્રીનલેન્ડ કહેવા માટે તો મોટો દેશ છે, પંરતું અહી વસતી માત્ર 56 હજાર છે. અલાસ્કાની વસ્તી માત્ર 7.5 લાખ છે. તો સાઈબેરિયાની વસ્તી સાડા ત્રણ કરોડ છે. એકાંકી ટાપુ ટ્રિસ્ટન દા કુન્હા ની સ્થિતિ પણ આવી જ કંઈક છે. આ ટાપુની આબાદી પહેલા માટે 250 હતી, જે વર્ષ 2023 માં ઘટીને માત્ર 234 પર આવી ગઈ છે. આ તમામ બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીઝના નાગરિકો છે.
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ
નજીકનો ટાપુ પણ 2437 કિલોમીટર દૂર છે
ટ્રિસ્ટન દા કુન્હા દુનિયાથી કેટલો અલગ છે તેનો અંદાજ લગાવીએ તો, તેનાથી સૌથી નજીકનો ત્રિનિદાદ અને ટોબેગા ટાપુ સેન્ટ હેલેનાનું અંતર પણ 2437 કિલોમીટર છે. દક્ષિણ આફ્રિકના કેપટાઉનથી તે 2787 કિલોમીટર દૂર છે. આ ટાપુ સુધી જવા મટે કોઈ હવાઈ સંપર્ક નથી. માત્ર બોટ દ્વારા જ અહી પહોંચી શકાય છે. દક્ષિણ આફ્રિકાથી ટ્રિસ્ટન દા કુન્હા ટાપુ પર પહોંચવા માટે 6 દિવસ લાગી જાય છે.
આ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં જ્વાળામુખ ટાપુનો સમૂહ છે. ટ્રિસ્ટન દા કુન્હા અંદાજે 98 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ ટાપુ સમુહમાં સામેલ ગોફ ટાપુ પર એક હવામાન કેન્દ્ર છે. આ ઉપરાંત અહી દુર્ગમ નાઈટેંગલ ટાપુ સહિત નાના નાના ટાપુ આવેલા છે, જે નિર્જન છે.
તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!
પોર્ટુગલ નાગરિકે શોધ્યો હતો આ ટાપુ
કહેવાય છે કે,ટ્રિસ્ટન દા કુન્હાને સૌથી પહેલા 1506 માં પોર્ટુગલના શોધકર્તાએ જોયો હતો. જોકે, તે સમુદ્રની વિકટ સ્થિતિને કારણે અહી સુધી પહોંચી શક્યો ન હતો. પરંતુ તેણે આ ટાપુને ટ્રિસ્ટન દા કુન્હા નામ આપી દીધું હતું. જે તેના નામ ઈલ્હા ડી ટ્રિસ્ટાઓ પરથી હતું. બાદમાં તેનું નામ ટ્રિસ્ટન દા કુન્હા થયું હતું. કહેવાય છે કે, 19 મી સદીની શરૂઆતમાં બ્રિટનના સૈનિકો અને નાગરિકો આ ટાપુ પર પહોંચ્યા હતા અને અહી જ આવીને વસ્યા હતા. બસ, ત્યારથી આ નિર્જન ટાપુ આબાદ થયો.
સમુદ્ર જીવન પર આધાર રાખે છે
ટ્રિસ્ટન દા કુન્હા ટાપુ પર રહેનારા લોકોનું જીવન માછલીના વ્યવસાય પર નિર્ભર કરે છે. આ ઉપરાંત અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે, જેને કારણે અહી સારી આવક થાય છે.
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત