Golden Planet: સોના જેવી મોંઘી ધાતુ ઘણા સામાન્ય લોકો ખરીદી શકતા નથી. પરંતુ એવામાં કોઈની પાસે એક બે કિલો સોનું હોય તો તેણે અમીર કહેવામાં આવે છે. એવામાં વિચારો કે કોઈ જગ્યા પર સોનાનો આખો ભંડાર હોય તો? એવા ઘણા લોકોએ વિચાર્યું હશે કે એવી કોઈ જગ્યા હશે જ્યાં માત્ર સોનું જ સોનું હોય. આ શોધ ઘણા લોકો દ્વારા પણ કરવામાં આવી છે કે કોઈ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં માત્ર સોનું હોય. ઇન્ટરનેટ પર ઘણા લોકોએ આ પ્રશ્ન પણ પૂછ્યો, જેનો જવાબ અમે તમને આપી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શિવ મંદિરનું પાકિસ્તાન સાથે છે ખાસ કનેક્શન! કરાંચીના પરિવારને 1986માં મળ્યો મેસેજ


તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌરમંડળમાં એક એવો લઘુગ્રહ છે, જેના પર માત્ર સોનું જ સોનું છે. વૈજ્ઞાનિકો તેણે 'ગોલ્ડ પ્લેનેટ' પણ કહે છે. મઝાની વાત એ છે કે અસલમાં તે ગ્રહ છે જ નહીં પરંતુ અહીંની માટી હકીકતમાં સોનું છે. તે કોઈ ગ્રહ નથી પરંતુ તેને એસ્ટરોઇડની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે કારણ કે તે વાસ્તવમાં ઉલ્કાનો ટુકડા છે. વૈજ્ઞાનિકોએ વર્ષો પહેલા તેની શોધ કરી હતી, જેના પર સંશોધન ચાલુ છે.


'મુકેશ કાકા' એ ફરી માર્યો ચોગ્ગો! માર્કેટમાં ખલબલી, લોન્ચ કર્યું 100GB Free JioCloud


સોનાનો ભંડાર છે આ લઘુગ્રહ
17 માર્ચ, 1852 ના રોજ ઇટાલિયન ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગાસ્પારિસ દ્વારા આ એસ્ટરોઇડની શોધ કરવામાં આવી હતી. જો કે, તે સમયે એવું જાણી શકાયું નહોતું કે તેના પર સોનાનો મોટો ભંડાર છે, જ્યારે આ ગ્રહનો અદ્યતન ટેકનોલોજીથી અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તે સોનાની ખાણ છે. 16 સાઈકી નામનો આ લઘુગ્રહ મંગળ અને ગુરુની વચ્ચે સૂર્યની આસપાસ ફરે છે. તેની કોર નિકલ અને લોખંડથી બનેલી છે. આ સિવાય તેના પર પ્લેટિનમ, સોનું અને અન્ય ધાતુઓનો મોટો જથ્થો છે. તેણે એક ડેડ પ્લેનેટનું હાર્ટ માનવામાં આવે છે. જેને જો સમાનરૂપે વહેંચવામાં આવે તો પૃથ્વી પરની 8 કરોડની વસ્તીમાંથી દરેક વ્યક્તિ અબજોપતિ બની જશે.


સતત બીજા દિવસે સોનું જબરદસ્ત ઉછળ્યું, લગ્નગાળામાં રડાવશે કે શું? જાણો લેટેસ્ટ રેટ


ગ્રહ પર છે કેટલું સોનું
સાઈકી પણ સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે અને તેને પૂર્ણ કરવામાં લગભગ 5 પૃથ્વી વર્ષ લે છે. તેને પોતાની ધરી પર એક વખત ફરવામાં ચાર કલાકથી વધુનો સમય લાગે છે, જે એક સાઈકીના એક દિવસ બરાબર છે. એસ્ટરોઇડ 16 સાયકીમાં હાજર ખનિજોનું મૂલ્ય ટ્રિલિયનથી વધુ હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જો તેનું તમામ સોનું પૃથ્વી પર આવે છે, તો તે દરેક વ્યક્તિને 93 અબજ ડોલર એટલે કે રૂ. 763 અબજથી ધનવાન બનાવી દેશે. નાસાએ 13 ઓક્ટોબર, 2023 ના રોજ તેના માટે એક મિશન મોકલ્યું છે, જે તેના અભ્યાસ માટે છે. તે જુલાઈ 2029 સુધીમાં સાઈકીની ભ્રમણકક્ષામાં પહોંચી જશે.