NASA નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર, ચંદ્રમા માટે સોમવારે ભરશે ઉડાન
આ કાર્યક્રમ ચંદ્રમા અને અંતરિક્ષ અર્થવ્યવસ્થા સ્થાપિત કરવામાં મદદ કરશે. તેની શરૂઆત ઇન્ટરપ્રેન્યોરશિપથી થઈ રહી છે કારણ કે સ્પેસએક્સ ચંદ્રમાની પસાટી પર પહોંચનાર આ પહેલા મિશનનો ભાગ છે.
ન્યોયોર્કઃ નાસાનું આર્ટેમિસ -1 (Artemis 1) મિશન આશરે અડધી સદી બાદ મનુષ્યોને ચંદ્રમાની યાત્રા કરાવી પરત લાવવાના એક મહત્વપૂર્ણ પગલા તરફ વધી રહ્યું છે. આ મિશનને 29 ઓગસ્ટ 2022ના રવાના કરવાનું છે. સ્પેસક્રાફ્ટ સોમવારે પોતાના ફ્લોરિડા લોન્ચપેડથી રવાના થશે. તે અંતરિક્ષમાં ચંદ્રમા સુધી જશે, કેટલાક નાના ઉપગ્રહોને કક્ષમાં છોડશે અને ખુદ કક્ષામાં સ્થાપિત થઈ જશે. નાસાનો ઉદ્દેશ્ય અંતરિક્ષ યાનના પરિચાલનનું પરિક્ષણ પ્રાપ્ત કરવું અને ચંદ્રમાની આસપાસ અઁતરિક્ષ યાત્રીકો દ્વારા અનુભવ કરાનારી સ્થિતિની તપાસ કરવાનું છે. સાથે તે નક્કી કરવાનું છે કે અંતરિક્ષયાન અને તેમાં સવાર દરેક અંતરિક્ષ યાત્રા સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી શકે.
આર્ટેમિસ-1 નવી અંતરિક્ષ પ્રક્ષેપણ સિસ્ટમની પ્રથમ ઉડાન હશે. આ હેવી લિફ્ટ (ભારે વસ્તુ કક્ષામાં સ્થાપિત કરવામાં સક્ષમ) રોકેટ છે જેમ નાસા ઉલ્લેખ કરે છે. તેમાં અત્યાર સુધી પ્રક્ષેપિત રોકેટોના મુકાબલે સૌથી શક્તિશાળી એન્જિન લાગેલું છે. ત્યાં સુધી કે આ રોકેટ વર્ષ 1960 તથા 1970ના દાયકામાં ચંદ્રમા પર મનુષ્યોને પહોંચાડનાર અપોલો મિશનના સેટર્ન પંચમ સિસ્ટમ કરતા પણ શક્તિશાળી છે.
આ નવા પ્રકારની રોકેટ સિસ્ટમ છે કારણ કે તેનું મુખ્ય એન્જિન બંને તરલ ઓક્સીજન અને હાઇડ્રોજન સિસ્ટમનું મિશ્રણ છે, સાથે અંતરિક્ષ યાનથી પ્રેરણા લઈને બે મજબૂત રોકેટ બૂસ્ટર પણ લાગેલા છે. આ અંતરિક્ષ યાન (સ્પેસ શટલ) અને એપોલોના સૈટર્ન પંચમ રોકેટને ભેગું કરી તૈયાર હાઇબ્રિડ સ્વરૂપ છે. આ પરીક્ષણ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે ઓરિયન ક્રૂન કેપ્સૂલનું વાસ્તવિક કાર્ય જોવા મળશે. આ પ્રશિક્ષણ ચંદ્રમાના અંતરિક્ષ વાતાવરણમાં આશરે એક મહિનો હશે જ્યાં વિકિરણનું ઉચ્ચ સ્તર હોય છે.
આ પણ વાંચોઃ રશિયામાં પુતિન કરી રહ્યા છે પૈસાનો વરસાદ, યુક્રેનને જીતવા માટે અપનાવી આ રીત
અપોલો બાદ સૌથી વધુ ગતિવાળુ કેપ્સૂલ હશે
આ કેપ્સૂલનું હીટ કવચના પરીક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે જે 25 હજાર મીટ પ્રતિ કલાકની ગતિથી પૃથ્વી પર પરત ફરવા સમયે ઘર્ષણથી ઉત્પન્ન થનારી ગરમીથી કેપ્સૂલ અને તેમાં હાજર રહેલા લોકોને બચાવે છે. અપોલો બાદ આ સૌથી ઝડપી ગતિથી યાત્રા કરનાર કેપ્સૂલ હશે, તેથી મહત્વપૂર્ણ છે કે હીટ શિલ્ડ સારી રીતે કામ કરે.
આ મિશન પોતાની સાથે નાના ઉપગ્રહોની સિરીઝને લઈ જશે જેને ચંદ્રમાની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ પૂર્વ સૂચના આપવાનું કામ કરશે જેમ હંમેશા અંધારામાં રહેનારા ચંદ્રમાના ક્રેટર પર નજર રાખવાનું કામ, જેના વિશે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમાં પાણી છે. આ ઉપગ્રહોની મદદથી પાણીમાં વિકિરણની ગણના કરવાની છે જેથી લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેનાર મનુષ્યો પર પડનાર અસરનો અભ્યાસ કરી શકાય.
આ પણ વાંચોઃ આ દેશમાં કૉફી ન પિવડાવો તો થઈ જાય છૂટાછેડા, જાણો તલાકના અજીબ કાયદાઓ વિશે...
આર્ટેમિસ પરિયોજનાનું લક્ષ્ય શું છે? આ મિશન આર્ટેમિસ-3 મિશનના માર્ગમાં પ્રથમ પગલું છે જેનું પરિણામ 21મી સદીમાં પ્રથમવાર ચંદ્રમા માટે માનવ મિશનના રૂપમાં થશે. આ સાથે વર્ષ 1972 બાદ પ્રથમવાર માનવ ચંદ્રમા પર પગ મુકશે. આર્ટેમિસ-1 માનવરહિત મિશન હશે. આગામી કેટલાક વર્ષમાં આર્ટેમિસ-2ને પ્રક્ષેપિત કરવાની યોજના છે, જેની સાથે અંતરિક્ષ યાત્રીકોને મોકલવામાં આવશે અને આ દરમિયાન અંતરિક્ષ યાત્રા કક્ષામાં જશે જેમ અપોલો-8 મિશનમાં થયું હતું. ત્યારે અંતરિક્ષ યાત્રા ચંદ્રમાનું ચક્કર લગાવી પરત આવી ગયા હતા. પરંતુ અંતરિક્ષ યાત્રા ચંદ્રમાનું ચક્કર લગાવતા લાંબો સમય પસાર કરશે અને માનવ દળની સાથે તમામ પાસાઓનું પરીક્ષણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube