વોશિંગટન: અમેરિકી સ્પેસ એજન્સી NASA એ તાજેતરમાં જ મંગળ ગ્રહ પરથી પહાડોના સેમ્પલ કલેક્ટ કર્યા છે. સ્પેસ એજન્સીએ શુક્રવારે જણાવ્યું કે રોવરને થોડા સેમ્પલ મળ્યા છે. આ સેમ્પલ સંકેત આપે છે કે એક સામ્ય એવો હતો જ્યારે Jezero Crater પર જીવન લાયક પર્યાવરણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jezero Crater પરથી સેમ્પલ
સ્પેસ એજન્સીએ જણાવ્યું કે આ કોર સેમ્પલ જ્વાળામુખીમાંથી નિકળેલા લાવામાંથી બનેલા પહાડોના સંકેત આપે છે. આ Basaltic છે, જેમાં પથ્થર ઓછા અને લોખંડ અને મેગ્નેશિયમ વધુ હોય છે. NASA એ પોતાન મિશન માટે Jezero Crater ને સિલેક્ટ કર્યો છે કારણ કે, રિસર્ચમાં એ સંભાવના કરવામાં આવી છે કે ક્યારેક ત્યાં પાણી હતું. હવે નવા સેમ્પલ દ્વારા આ વાતને જાણવામાં મદદ મળી શકે છે કે આ પ્રાચીન ઝરણા ક્યારે બન્યા અને ક્યારે ગાયબ થઇ ગયા. 

ઓક્ટોબરમાં CNG અને PNG ના ભાવમાં થશે વધારો, જાણો કેટલી વધશે કિંમત


જીવનની આશા
વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનાથી જીવનની આશા પણ વધી ગઇ છે. રોવર માટે લેવામાં આવેલા સેમ્પલ અને પહેલાં જે પહાડો પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. બંનેને જોઇ વૈજ્ઞાનિકો આ વાતનું અનુમાન લગાવી રહ્યા છે કે અહીં ભૂમિગત જળ ઘણો સમય રહ્યું હતું. 


મિશનના પ્રોગ્રામ સાઇટિસ્ટ મિચ શૂલ્ટે કહ્યું કે આ સેમ્પલ દ્વારા પહાડોમાં હાજર ખનીજોના સીકવન્સ અને તેને બનતી વખતે પર્યાવરણની સ્થિતિ વિશે જાણી શકાશે. 


પહાડોના સેમ્પલમાં મીઠું
વૈજ્ઞાનિકોની ટીમ અનુસાર પહાડોના સેમ્પલમાં એવું મીઠું મળ્યું છે જે ત્યારે બન્યું હશે જ્યારે ભૂમિગત જળે ઓરિજનલ ખનીજોને બદલી દીધા હશે. સંભવ છે કે પાણીની વરાળ બન્યા બાદ મીઠું રહી ગયું હોય. NASA એ જણાવ્યું કે મીઠામાં કદાચ પાણી પણ રહી ગયું હોય. તેમને 'ટાઇમ કેપ્સૂલ' તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી મંગળની જળવાયું અને અહીં જીવનની સંભાવના વિશે જાણી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube