વોશિંગ્ટન: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના પર્સીવન્સ રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધુ છે. લગભગ 7 મહિના પહેલા આ રોવરે ધરતી પરથી ટેકઓફ કર્યું હતું. NASA એ આ સફળતા ભારતીય-અમેરિકી મૂળના વૈજ્ઞાનિક ડો.સ્વાતિ મોહનના નેતૃત્વમાં મેળવી છે. પર્સીવરેન્સ રોવર મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓની શોધ કરશે. નાસાના જણાવ્યાં મુજબ રોવરે ગુરુવાર-શુક્રવારની રાતે મંગળની સૌથી ખતરનાક સપાટી જેજેરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું જ્યાં એક સમયે પાણી હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NASA એ કર્યો આ દાવો
નાસાએ દાવો કર્યો છે કે આ અત્યાર સુધીના ઈતિહાસમાં રોવરની માર્સ પર સૌથી સટીક લેન્ડિંગ છે. રોવરના લાલ ગ્રહની સપાટી પર પહોંચ્યાના ગણતરીના સમયમાં અમેરિકી સ્પેસ એજન્સીએ તેની પહેલી તસવીર પણ બહાર પાડી દીધી છે. છ પૈડાવાળું આ રોવર મંગળ ગ્રહની જાણકારી ભેગી કરશે અને પથ્થરોના નમૂના પણ સાથે લઈને આવશે. જેનાથી જાણવા મળશે કે શું લાલ ગ્રહ પર ક્યારેય જીવન હતું ખરું.


આ માટે ખાસ છે Perseverance
પર્સીવરેન્સ નાસાની ચોથી પેઢીનું રોવર છે. આ અગાઉ પાથફાઈન્ડર અભિયાન માટે સોજોનરને વર્ષ 1997માં મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ 2004માં સ્પિરિટ અને ઓપોર્ચ્યુનિટીને મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે 2012માં ક્યૂરિઓસિટીએ મંગળ પર ડેરો જમાવ્યો હતો. નાસાના માર્સ મિશનનું નામ પર્સીવરેન્સ માર્સ રોવર અને ઈન્જીન્યૂટી હેલિકોપ્ટર છે. NASA ના જણવ્યાં મુજબ પર્સીવરેન્સ રોવર 1000 કિલોગ્રામ વજનનું છે. જે પરમાણુ ઉર્જાથી ચાલે છે. પહેલીવાર કોઈ રોવરમાં પ્લૂટોનિયમનો ઈંધણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube