નવી દિલ્હી: દુનિયામાં વૈજ્ઞાનિકો અનેક ચોંકાવનારા આવિષ્કાર કે શોધ કરતા હોય છે. હવે નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ એક સમાંતર બ્રહ્માંડ (Parallel Universe) હોવાના પુરાવા મેળવ્યાં છે. જ્યાંના ભૌતિકી નિયમ અહીંથી બિલકુલ ઉલટા છે. એટલે કે ત્યાં સમય આગળ જવાની જગ્યાએ પાછળ ચાલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસાના વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકામાં થઈ રહેલા પ્રયોગમાં એન્ટાર્કટિકાથી ઉપર જવા માટે રેડિયો ડિટેક્ટર લાગેલા એક મોટા બલૂનનો ઉપયોગ કર્યો હતો. નાસાના આ રેડિયો ડિટેક્ટરનું નામ એન્ટાર્કટિકા ઈમ્પલ્સિવ ટ્રાન્ઝિઅન્ટ એન્ટિના (ANITA) છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એન્ટાર્કટિકા પર કિરણોનું આગમન ઓછામાં ઓછા હશે. આ ઉપરાંત ત્યાં વાયુ પ્રદૂષણ કે કોઈ પણ પ્રકારના ધ્વનિ પ્રદૂષણની કોઈ સંભાવના નહતી. 


શોધમાં વૈજ્ઞાનિકોને શું જાણવા મળ્યું?
શોધમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે હાઈ એનર્જીના કણ સતત હવા દ્વારા અંતરિક્ષમાંથી ધરતી પર આવે છે. હાઈ એનર્જી કણોની માત્ર અંતરિક્ષથી 'નીચે' આવવા પર ભાળ મેળવી શકાય છે, પરંતુ વૈજ્ઞાનિકોની ટીમે તે ભારે કણોની પણ જાણકારી મેળવી છે જે પૃથ્વીની 'ઉપર'થી આવે છે. જેનો અર્થ એ છે કે આ કણ વાસ્તવમાં ધરતીના એક સમાંતર બ્રહ્માંડનું પ્રમાણ આપે છે. જ્યાં સમય ઉલટો ચાલે છે. જો કે વૈજ્ઞાનિકોની પરિકલ્પના પર બધા લોકો સહમત નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube