નવી દિલ્હીઃ 570 ફૂટ લાંબો ખડક 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે પૃથ્વીની સપાટી પર પણ અથડાવાની સંભાવના છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા આની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવમાં, આ એક એસ્ટરોઇડ છે, જેની સૌરમંડળમાં સંખ્યા લગભગ 13 લાખ છે. સૌરમંડળમાં ગ્રહો, ચંદ્રો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ સૂર્યની આસપાસ ફરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુત્વાકર્ષણ બળને કારણે તેઓ સૂર્ય સાથે બંધાયેલા છે. જો કે, ઘણી વખત આમાંથી કેટલાક લઘુગ્રહો તોડીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરે છે અને પછી પૃથ્વી સાથે અથડાવાની શક્યતા રહે છે. નાસા આ એસ્ટરોઇડ્સ પર સતત નજર રાખે છે. તાજેતરના મહિનાઓમાં પૃથ્વી તરફ એસ્ટરોઇડ આવવાની ઘટનાઓ સતત જોવા મળી રહી છે.


નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) એ ચેતવણી જારી કરી છે કે એક ભારે ખડક એટલે કે એસ્ટરોઇડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ એસ્ટરોઇડની લંબાઈ અને પહોળાઈ લગભગ 600 ફૂટ છે. નાસા અનુસાર, તેનું નામ એસ્ટરોઇડ 2023 HO6 છે. તે એપોલો જૂથનો લઘુગ્રહ છે.


આ પણ વાંચોઃ 3 જુલાઈના દિવસે રેકોર્ડ તોડ્યો...ધરતીના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ


આ એસ્ટરોઇડની ઝડપ 27,976 કિલોમીટર પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો અડધો કિલોમીટર લાંબો અને પહોળો ખડકનો ટુકડો 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે શું તે પૃથ્વી સાથે અથડાઈ શકે છે અને તેની અથડામણ પાયમાલનું કારણ બની શકે છે?


નાસા પ્રમાણે જો એસ્ટરોયડનો આકાર 150 ફૂટથી મોટો છે તો પૃથ્વી માટે ખતરો માનવામાં આવે છે. તે પૃથ્વી પર ટકરાઈને તબાહી લાવી શકે છે. પરંતુ એવી કોઈ સૂચના નથી કે જેથી તે કહી શકાય કે તેનું પૃથ્વી પર ટકરાવાનું નક્કી છે. નાસા પ્રમાણે જો તૂટીને પડનાર એસ્ટરોયડનું અંતર પૃથ્વીથી 75 લાખ કિલોમીટર થે તો તે ધરતી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 


જ્યારે વર્તમાનમાં પૃથ્વી તરફ આગળ વધી રહેલો એસ્ટરોયડ 20 લાખ કિલોમીટર સુધી નજીક આવી ચુક્યો છે. તેમ છતાં તેની ખુબ ઓછી સંભાવના છે કે એસ્ટરોયડ જો પડે તો પૃથ્વી પર ટકરાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube