NASA Artemis 1: નાસાના જે મૂન મિશન પર દુનિયાની નજર છે. તે મૂન મિશન તેના બીજા લોન્ચ દરમિયાન ફરીથી બળતણ લીકના કારણે ફેલ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોના ઘણા પ્રયત્નો બાદ પણ આ લીકને રોકી શકાયું નથી. જે બાદ નાસાના અધિકારીઓએ રોકેટ લોન્ચના સમયને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. તમને ઝણાવી દઈએ કે, તેને પાંચ દિવસ પહેલા પણ બળતણ લીક થવાના કારણે આ મિશનને નક્કી કરાયેલી તારીખથી આગળ વધારવામાં આવ્યું હતું. નાસાના આ મહત્વકાંક્ષી મિશનને ફ્લોરિડામાં કેન્ડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાના હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માણસોને લઇને દૂર જતું પહેલું સ્પેસક્રાફ્ટ
Artemis 1 મિશન માણસોની સ્પેસ ઉડાનમાં એક મોટા મીલનો પથ્થર સાબિત થઈ શકે છે. ઘણા દાયકાઓ બાદ ધરતીના લોઅર અર્થ ઓર્બિટ બહાર માણસ જશે. આજનું લોન્ચિંગ સફળ થાય છે તો પહેલીવાર એવું થશે કે કોણ માણસની મદદ વગર નાસા સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ દ્વારા ઓરિયન સ્પેસશીપને ચંદ્રની ચારે તરફ ચક્કર લગાવી પરત આવવા માટે મોકલી રહ્યું છે. આ યાત્રા 42 દિવસ, 3 કલાક અને 20 મિનિટની હશે.


આ પણ વાંચો:- ભારતીય ટીમ પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કરી મજાક, જાણો શું કહ્યું મોહમ્મદ હફીઝે


ચંદ્રની બીજી તરફ ડાર્ક જગ્યાની કરાશે તપાસ
ઓરિયન સ્પેસશીપને માણસોની સ્પેસ ઉડાન માટે બનાવવામાં આવ્યું છે. આ માણસો દ્વારા બનાવવામાં આવેલું પહેલું એવું સ્પેસક્રાફ્ટ હશે જે સ્પેશમાં સૌથી લાંબુ અંતર કાપશે. એ પણ માણસોને બેસાડીને. આ પહેલા ક્યારે પણ કોઈ યાને આટલું લાંબું અંતર કાપ્યું નથી. મિશન દરમિયાન ઓરિયન ધરતીથી ચંદ્ર સુધી પહેલા 4.50 લાખ કિમીની યાત્રા કરશે. ત્યારબાદ ચંદ્રના ડાર્ક સાઈડ તરફ 64 હજાર કિમીનું અંતર કાપશે. ઓરિયન સ્પેસશીપ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયા વગર આટલી લાંબી યાત્રા કરનાર પ્રથમ સ્પેસક્રાફ્ટ હશે.


આ પણ વાંચો:- ટ્રાન્સજેન્ડરના પ્રેમમાં પાગલ થયો આ દિગ્ગજ ખેલાડી, પ્લેબોયના કવર પર છવાઈ પાર્ટનર


દસ નાના સેટેલાઈટ્સ પણ જશે ઓરિયન સાથે
ઓરિયન સ્પેસશીર પોતાની સાથે દસ નાના સેટેલાઈટ્સ એટલે કે ક્યૂબસેટ્સ પણ લઇને જશે. જેને તે સ્પેસમાં છોડવામાં આવશે. આ નાના સેટેલાઈટ્સ ઓરિયનની યાત્રા અને અન્ય ગતિવિધિઓ પર નજર રાખશે. આ ક્યૂબસેટ્સ ચંદ્રના અલગ-અલગ ભાગ પર નજર રાખશે અને તેની તપાસ કરશે. ભવિષ્યમાં આ ક્યૂબસેટ્સની મદદથી ધરતીની નજીક ચક્કર લગાવતા કોઈ એસ્ટેરોયડ પર સ્પેસક્રાફટ મોકલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ ક્યૂબસેન્ટ્સ એવા એસ્ટેરોયડ્સનો અભ્યાસ પણ કરશે. સાથે જ અન્ય પ્રકારના સ્પેસ એક્સપ્લોરેશન પણ કરશે.


આ પણ વાંચો:- ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાથી મજબૂત બનશે હાડકા, વજન ઘટાડવામાં અસરકારક


આ મિશનને Artemis નામ કેમ આપવામાં આવ્યું?
ગ્રીસમાં ચંદ્રની દેવીને અર્ટેમિસ કહેવામાં આવે છે. આ શિકારની પણ દેવી માનવામાં આવે છે. આ અપોલોની જૂડવા બહેન છે. આ નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું કેમ કે પહેલી વખત મૂન મિશન પર કોઈ મહિલાને મોકલવાની તૈયારી થઈ રહી છે. સાથે જ કોઈ બ્લેક માણસને પણ. આ લોકો વર્ષ 2030 માં ચંદ્ર પર જશે. મહિલાને સન્માન આપવા માટે નાસાએ આ મિશનનું નામ અર્ટેમિસ રાખ્યું છે. જેવું અમેરિકાનું અપોલો મૂન મિશન સફળ રહ્યું હતું, તેમને પણ આશા છે કે, આ મિશન પણ સફળ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube