ભારતને સલાહ આપવા બેઠેલા ઈમરાન ખાનને નસીરૂદ્દીન શાહે જ આપ્યો સણસણતો જવાબ
અભિનેતા નસીરૂદ્દીન શાહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાનો દેશ સંભાળી રાખવાની સલાહ આપી દીધી છે.
લાહોર: અભિનેતા નસીરૂદ્દીન શાહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાનો દેશ સંભાળી રાખવાની સલાહ આપી દીધી છે. શાહે અંગ્રેજી અખબાર ધ સંડે એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે ઈમરાન ખાને પોતાના દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. તેમને ખબર પડવી જોઈએ કે અમે 70 વર્ષથી લોકતંત્રમાં છીએ અને અમે અમને અમારા સમાજની સુરક્ષા કરવાનું સારી પેઠે આવડે છે. નસીરૂદ્દીન શાહે આ વાત ઈમરાન ખાનના તે નિવેદન પર કરી જેમાં ઈમરાને શાહના નિવેદનનો ઉપયોગ કરીને ભારત પર આકરા પ્રહારો કર્યા હતાં.
શું કહ્યું હતું ઈમરાન ખાને?
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડના ટોચના અભિનેતા નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, "દેશમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તેને જોતાં તેમને ડર લાગી રહ્યો છે. તેમને ડર લાગે છે કે ક્યાં તેમના બાળકોને કોઈએ ઘેરી લીધા અને પુછી લીધું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ તો?"
નસીરૂદ્દીન શાહ નિવેદનઃ પાક. પીએમ ઈમરાનનું સમર્થન, અનુપમ ખેર ભડક્યા
નસીરુદ્દીને વધુમાં જણાવ્યું હતું કે, "હિન્દુ-મુસ્લિમ મામલે જે પ્રકારે સમાજમાં ઝેર ફાલઈ રહ્યું છે. આ જિન્નને બોટલમાં બંધ કરવાની જરૂર છે." તેમણે બુલંદશહેરની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક ગાયના મોતને એક પોલીસવાળાના મૃત્યુ કરતાં વધુ મહત્વ અપાઈ રહ્યું છે. મને મારા બાળકોની ચિંતા થાય છે, કેમ કે તેમનો કોઈ ધર્મ નથી.
નસીરુદ્દીનની શાહ રત્ના પાઠક હિન્દુ છે
ઉલ્લેખનીય છે કે, નસીરુદ્દીન શાહે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી રત્ના પાઠક સાથે લગ્ન કર્યા છે. તેમના બે પુત્રો છે અને બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.
આ બાજુ દેશમાં બોલિવૂડમાંથી જ નસીરુદ્દીન શાહના વિરોધમાં લોકો આગળ આવ્યા છે. અનુપમ ખેરે પણ નસીરુદ્દીનના નિવેદનનો જોરદાર વિરોધ કર્યો છે. સમાચાર એજન્સી ANI અનુસાર અનુપમ ખેરે જણાવ્યું કે, "દેશમાં એટલી આઝાદી છે કે તમે સેનાને ગાળ આપી શકો છો, વાયુ સેનાના પ્રમુખને બદનામ કરી શકો છો અને સૈનિકો પર પથ્થરમારો કરી શકો છો. કોઈ પણ દેશમાં આના કરતાં વધુ કેટલી આઝાદી મળી શકે?" જોકે, અનુપમ ખેરે નસીરુદ્દીનની સાથે-સાથે દેશમાં ચાલી રહેલી અનેક પ્રકારની ગતિવિધિઓ પર પણ નિશાન તાક્યું છે.
દુનિયાના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...