વોશિંગ્ટન: દુનિયાભરમાં કહેર મચાવનારા કોરોના વાઈરસના જોખમના પગલે અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. તેમણે અમેરિકામાં નેશનલ ઈમરજન્સી (રાષ્ટ્રીય કટોકટી) ની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાઈરસની સ્થિતિને લઈને પોતાના સંબોધનમાં કહ્યું કે રાજ્યોને આ મહામારીને પહોંચી વળવા માટે 50 અબજ ડોલર આપવામાં આવશે. તેમણે અમેરિકામાં ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. તેમના સલાહકારો અને જાણકારોએ કહ્યું હતું કે જો સમયસર કોરોનાને રોકવાના પ્રયત્નો ન થયા તો તેનાથી 15 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે કોઈ ન કરી શક્યું તે કોરોનાના ડરથી થયું, પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની આ વાત 


રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાઈરસને કાબુમાં લેવા માટે આ મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આવનારા દિવસોમાં આપણે થોડુંઘણું બલિદાન આપવું પડશે પરંતુ થોડા સમયનો આ ત્યાગ પાછળથી ફાયદાકારક સાબિત થશે. તેમણે કહ્યું કે આગામી આઠ અઠવાડિયા કપરા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકો આ વાઈરસની ચપેટમાં આવી ચૂક્યા છે અને 40 લોકોના મોત થયા છે. આવામાં અમેરિકા જેવા વિક્સિત અને સાધન સંપન્ન દેશ માટે પણ આ વાઈરસ મોટો પડકાર બની ગયો છે. આ અગાઉ સ્પેને પણ દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે. 


કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube