ઝી બ્યૂરો, અમદાવાદઃ જે લોકો વસ્તીને વિકાસમાં અવરોધ માને છે તેઓએ આ દેશના વિકાસની સ્ટોરીનો અભ્યાસ કરવો જોઈએ. આ દેશમાં વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર આઠ હજારથી વધુ છે. જ્યારે ભારતમાં પ્રતિ ચોરસ કિલોમીટર વસ્તી માત્ર 488 છે. આમ છતાં આ દેશની ગણતરી દુનિયાના સૌથી અમીર દેશોમાં થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે આપણે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ. આપણે ચીનને પણ પાછળ છોડી દીધું છે. ભારતમાં વસ્તી ગીચતા 488 પ્રતિ કિમી છે. નીતિ ઘડનારાઓનો એક મોટો વર્ગ માને છે કે મોટી વસ્તીને કારણે સરકાર દરેક નાગરિકની જરૂરિયાતો પૂરી કરી શકતી નથી. ઠીક છે, આપણે આ આ ચર્ચામાં પડવા માગતા નથી. આજે અમે એવા દેશની સ્ટોરી જણાવી રહ્યા છીએ જ્યાં વસ્તી આપણા કરતા 17 ગણી વધારે છે. અહીં પ્રતિ ચોરસ કિલોમીટર વિસ્તારમાં 8,332 લોકો રહે છે. પરંતુ, સમૃદ્ધિના મામલે તે દુનિયામાં ટોચ પર છે.


આ દેશની માથાદીઠ આવક લગભગ એક લાખ યુએસ ડૉલર એટલે કે લગભગ 84 લાખ રૂપિયા વાર્ષિક છે. આ રકમ ભારત અને વિશ્વના ટોપ લેવલના સીઈઓના પગાર જેટલી છે. પરંતુ, આ દેશમાં દરેક વ્યક્તિની સરેરાશ આવક આટલી છે. રૂપિયાની તુલના કરીએ તો લગભગ સાત લાખ રૂપિયા છે.


આજે આપણે સિંગાપોરની વાત કરી રહ્યા છીએ. સિંગાપોર દક્ષિણ પૂર્વ એશિયામાં એક મહત્વપૂર્ણ દેશ છે. PM નરેન્દ્ર મોદી ફરી એકવાર 4 અને 5 સપ્ટેમ્બરે સિંગાપોરની મુલાકાતે જવાના છે. કુલ 700 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસ્તી માત્ર 56 લાખ છે. પરંતુ, સંપત્તિની દૃષ્ટિએ આ દેશ દુનિયા માટે સબક શિખવા સમાન છે. માથાદીઠ આવકની દ્રષ્ટિએ તે વિશ્વમાં બીજા ક્રમે છે. પીએમ મોદીએ 2015માં સિંગાપોરની મુલાકાત પણ લીધી હતી. ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે ભારત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે પોતાના સંબંધોને સતત મજબૂત બનાવી રહ્યું છે.


દેશ નાનો પણ કામ મોટું-
ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધો ઘણા સારા છે. બંને દેશો વચ્ચે ઘણા વ્યૂહાત્મક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સિંગાપોર એક એવો દેશ છે જે વિશ્વના નકશા પર શોધવો મુશ્કેલ છે. પરંતુ, આજે તે વિશ્વની તમામ મોટી કંપનીઓનું હબ છે. ભારતની સરખામણીમાં આ દેશ ઘણો યુવાન છે. તેણે ખૂબ જ ટૂંકા ગાળામાં તેની વિકાસગાથા લખી છે.


આટલો નાનો દેશ હોવા છતાં સિંગાપોર આજે ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. ગયા નાણાકીય વર્ષમાં સિંગાપોરથી ભારતમાં સૌથી વધુ વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આવ્યું છે. આ રકમ 11.77 અબજ ડોલર હતી. પીએમ મોદીની સિંગાપુર મુલાકાત દરમિયાન સેમિકન્ડક્ટર્સને લઈને બંને દેશો વચ્ચે મોટો કરાર થઈ શકે છે. ભારત તેના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વ્યાપક રોકાણ કરી રહ્યું છે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન ત્યાં તમામ સીઈઓની બેઠકને સંબોધિત કરશે.