નવાઝ શરીફની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે
પંજાબના ગૃહમંત્રી શૌકત જાવેદે કહ્યું કે, શરીફને ઇસ્લામાબાદના પાકિસ્તાન ઇસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવશે
લાહોર : પાકિસ્તાનની કાર્યવાહક સરકારે અનિયમિત ઇસીજી અને બ્લડ રિપોર્ટ આવ્યા બાદ પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફને 29 જુલાઇના રોજ અડિયાલા જેલથી ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્યીટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સીઝમાં દાખલ કરાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય પંજાબ સરકારે લીધો કારણ કે અડિયાલા જેલ તેના નિયંત્રણમાં છે. ડોક્ટરની એક ટીમે ભલામણ કરી હતી કે શરીફને યોગ્ય ચિકિત્સા અને સારસંભાળની જરૂર છે. પંજાબના ગૃહમંત્રી શૌકત જાવેદે કહ્યું કે, શરીફને ઇસ્લામાબાદના પાકિસ્તાન ઇન્સ્યીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાવવામાં આવશે.
ભ્રષ્ટાચારના એક કેસમાં દસ વર્ષની કેદ
બીજી તરફ આ હાઇપ્રોફાઇલ કેદી માટે તૈયારી કરી દેવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું હતું કે, જેલમાં બંધ પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફને હૃદય સંબંધિત પરેશાનીના કારણે તત્કાલ અડિયાલા જેલથી હોસ્પિટલમાં સધન ચિકિત્સા કક્ષમાં દાખલ કરવાની જરૂર છે. શરીફ લંડનમાં તેના પરિવાર દ્વારા લક્ઝરી એપાર્ટમેન્ટની ખરીદી મુદ્દે ભ્રષ્ટાચારનો એક કેસમાં દસ વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે.
તેઓ 13 જુલાઇથી રાવલપિંડીના અડિયાલા જેલમાં છે. ગત્ત અઠવાડીયે સમાચાર આવ્યા હતા કે શરીફની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે અને ડોક્ટર્સે સલાહ આપી કે તેને તત્કાલ હોસ્પિટલ લઇ જવાની જરૂર છે. શરીફની 2016માં ઓપન હાર્ટ સર્જરી થઇ હતી અને તે હાઇબ્લડ પ્રેશન અને ડાયાબિટીસના દર્દી છે.
જેલમાં રહેલા શરીફની કિડની ખરાબ થવાની અણીએ
10 વર્ષની જેલની સજા ભોગવી રહેલ પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફની કિડનીએ કામ કરવાનું બંધ કરી શકે છે અને ડોક્ટરે તેમને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે કહ્યું છે. મીડિયામાં સોમવારે આ અંગે સમાચારો આવ્યા હતા. લંડનમાં એક રહેણાક એપાર્ટમેન્ટ ખરીદવાના ભ્રષ્ટાચારના એખ કેસમાં 68 વર્ષીય શરીફને 10 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તે 13 જુલાઇથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.