India Turkey News: તાળીઓના ગડગડાટ, ચહેરા પર સ્મિત, આંખોમાં પ્રેમ... NDRF આ રીતે તુર્કીએ આપી વિદાય, જુઓ Video
તુર્કિએમાં એનડીઆરએફ અને ભારતીય સેનાની મેડિકલ ટીમનું રાહત અને બચાવ અભિયાન પૂરુ થઈ ચુક્યું છે. આ દરમિયાન ભારતીય ટીમને તુર્કિના નિવાસીઓએ ભવ્ય વિદાય આપી છે. તુર્કિએ અને ભારતના સંબંધ એટલા સારા નથી. તેમ છતાં ભૂકંપ આવતા ભારતે ત્વરિત પ્રતિક્રિયા આપતા પોતાની ટીમને તૈનાત કરી હતી.
અંકારાઃ ગંભીર ભૂકંપમાં મદદગાર તરીકે તુર્કી પહોંચેલ ભારતનું NDRFનું ઓપરેશન દોસ્ત પૂરું થઈ ગયું છે. જ્યારે ભારતીય ટીમ જવા માટે એરપોર્ટ પર પહોંચી ત્યારે સેંકડો સ્થાનિક લોકો તેમને ભવ્ય વિદાય આપવા માટે એકઠા થયા હતા. આ લોકોએ તેમના ચહેરા પર સ્મિત સાથે તાળીઓ પાડીને ભારતીય ટીમનો આભાર માન્યો. તુર્કીના ઇસ્કેન્ડરુનમાં ભારતીય સેનાની મેડિકલ ટીમની વિદાય વખતે પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ દરમિયાન, તુર્કીના લોકોએ ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ હોસ્પિટલના ડોકટરો અને તબીબી કર્મચારીઓને ઉગ્રતાથી બિરદાવ્યા. આ બંને ઘટનાઓને તુર્કી અને ભારત વચ્ચેના સંબંધોમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
ભારતીય ટીમ પોતાના સાધનો સાથે પહોંચી હતી
ભૂકંપ પછી NDRF અને આર્મી ફિલ્ડ હોસ્પિટલની ટીમે માત્ર સેંકડો તુર્કીના લોકોના જીવ બચાવ્યા જ નહીં પરંતુ હજારો ઘાયલ લોકોની સારવાર પણ કરી. સૌથી મોટી વાત એ હતી કે આ મદદ માટે ભારતીય ટીમે ત્યાંની સરકાર પર આધાર રાખ્યા વિના જાતે જ તમામ સાધનો લઈ લીધા હતા. જ્યાં સુધી તબીબી પુરવઠોનો સંબંધ છે, તેઓ લગભગ દરરોજ વિમાનો દ્વારા ભારતથી તુર્કી લઈ જવામાં આવતા હતા. આવી સ્થિતિમાં જ્યારે ભારતીય NDRFની ટીમ તુર્કીથી પરત આવવા એરપોર્ટ પહોંચી તો સામાન્ય લોકોએ તાળીઓ પાડીને તેમનો આભાર માન્યો. તુર્કીના લોકોએ આવી જ રીતે ભારતીય સેનાની મેડિકલ ટીમને વિદાય આપી. હવે આ રોમાંચક ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
મદદના સમયે ભારત આવ્યું કામ
ભૂકંપથી બેહાલ તુર્કિએને જ્યારે મદદની જરૂર પડી તો ભારતે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી અને એનડીઆરએફને રાહત અને બચાવ કાર્ય માટે મોકલ્યું હતું.
એટલું જ નહીં, ભારત સરકારે 24 કલાકની અંદર તુર્કીમાં આર્મી ફિલ્ડ હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી, જ્યાં 10 થી વધુ ડૉક્ટર્સ અને 99 મેડિકલ સ્ટાફ તૈનાત હતા. આ લોકોને મદદ કરવામાં તુર્કીની સરકારને મુશ્કેલીમાંથી બચાવવા માટે, ભારતે ટ્રક, ટેન્ટ, અત્યંત ઠંડા હવામાન સૂટ, સ્લીપિંગ બેગ, તબીબી સાધનો, પથારી અને દવાઓ પણ હવાઈ માર્ગે મોકલી હતી. ભારતીય ટીમે ઘાયલ નાગરિકો પર સેંકડો નાના-મોટા ઓપરેશન કર્યા.
પાકિસ્તાને તુર્કિએ માટે શું કર્યું
પાકિસ્તાન ખુદ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ભૂકંપ આવતા જ પાકિસ્તાને પણ તુર્કિએને રાહત સામગ્રીથી ભરેલા વિમાન મોકલ્યા, પરંતુ તે ફોકટ સાબિત થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાનમાં આવેલા પૂરના સમયે તુર્કિએએ જે રાહત સામગ્રી મોકલી હતી, શાહબાઝ શરીફ સરકારે તેને તુર્કિએને ભૂકંપ સહાયતાના નામ પર પરત મોકલી આપી હતી. પાકિસ્તાની તુર્કિએને 10 મિલિયન ડોલરની મદદ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને લઈને તેની ખુબ મજાક ઉડી હતી. હકીકતમાં પાકિસ્તાન આ સમયે દુનિયા પાસે પૈસા માંગી રહ્યું છે પરંતુ તે તુર્કિએ પ્રત્યે પ્રેમ દર્શાવવા જાહેરાત કરી રહ્યું છે. હાલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે તુર્કિએની યાત્રા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube