આખી દુનિયામાં જોવા મળશે કાળો કોહરામ, 1000 દિવસ પછી મોટી તબાહીનું રેડ અલાર્મ?
Arctic Sea Ice Melt: શું 3 વર્ષમાં આર્કટિક સમુદ્રનો બરફ સંપૂર્ણ રીતે ઓગળી જશે? જો તમામ બરફ ઓગળી જશે તો શું થશે? શું 3 વર્ષમાં આર્કટિક સમુદ્રની સૌથી ખૂબસૂરત જગ્યા વેરાન બની જશે? કોણે આવો ડરામણો દાવો કર્યો? ઠંડા ફ્રીઝમાંથી ગરમ ગીઝરમાં કેમ બદલાઈ રહ્યો છે આર્કટિક મહાસાગર? જાણીએ આ અહેવાલમાં...
Arctic Sea Ice Melt: આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. કેમ કે નેચર કમ્યુનિકેશનની હાલની સ્ટડીમાં આર્કટિકમાં બરફ અંગે મોટો ખુલાસો થયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ અનુમાન વ્યક્ત કર્યુ છે કે આગામી ત્રણ વર્ષમાં આ વિસ્તારમાંથી તમામ બરફ લગભગ ખતમ થઈ જશે. જો કે, માણસ જો થોડો સુધારો કરે તો આ કામ 9થી 20 વર્ષમાં થશે. આર્કટિક સમુદ્રની વાત આવે એટલે બરફની વચ્ચે ફરતાં સફેદ રીંછના દ્રશ્યો નજર સામે તરી આવે. પૃથ્વીની ખૂબસૂરતી તેનાથી જ છે. પોલાર બિયરને ચાર ચાંદ લગાડનારી તેમની આ દુનિયા ખતરામાં મૂકાઈ ગઈ છે. પરંતુ સવાલ એ છે કે તે નહીં રહે તો શું થશે?
વૈજ્ઞાનિક શું કહી રહ્યા છે?
વૈજ્ઞાનિક એલેકઝાન્ડ્રા ઝાને કહ્યું કે, આર્કટિકમાં હવામાન ગંભીરતાથી બદલાઈ રહ્યું છે. તે આપણને ચેતવણી આપી રહ્યું છે. તેનાથી આખી દુનિયામાં અસર પડશે. ગ્રીન હાઉસ ગેસના વધારે પડતા ઉપયોગથી બરફ ઝડપથી પીગળી રહ્યો છે. જે પહેલાંના સમયમાં આખું વર્ષ બરફથી ઢંકાયેલો રહેતો હતો. આખું વર્ષ ઠંડો રહેતો આ વિસ્તાર ધીમે-ધીમે ગરમ થવા લાગશે. અને આર્કટિક મહાસાગર રેફ્રિજરેટમાંથી ગીઝર બની જશે. આ વિસ્તારનો અભ્યાસ 1979થી થઈ રહ્યો છે.
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!
- દુનિયા પર મોટા ખતરાની ઘંટી
- 1000 દિવસ પછી તારાજીનું રેડ અલાર્મ?
- શું આર્કટિકમાં કાળો કોહરામ મચશે?
- લુપ્ત થઈ જશે ધ્રુવીય રીંછની દુનિયા
- 2027 સુધી ગાયબ થઈ જશે આર્કટિકનો બરફ
- દરિયાકિનારે વસેલા શહેરો પર ખતરો
સ્કિનમાં થતી સફેદ ફોલ્લીઓ માટે અખરોટ છે રામબાણ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં વધારો
દુનિયામાં ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે અને ઋતુચક્ર પણ વિખેરાઈ ગયું છે. જેની અસર દુનિયાના અનેક દેશોને કમોસમી વરસાદ, તોફાન, વાવાઝોડાના સ્વરૂપમાં કરવી પડી રહી છે. પરંતુ આર્કટિક સમુદ્રમાં રહેલો બરફ પીગળી જવાનો અભ્યાસ એ ખરેખર મોટા ખતરાની ઘંટી છે.
એક રિપોર્ટ પ્રમાણે 2027ની ગરમી સુધી આઈસ ફ્રી ડેનું સંકટ છે. એટલે 2027 સુધી આર્કટિક બરફ વિનાનો બની જવાનો ખતરો છે. તેનું કારણ ક્લાઈમેટ ચેન્જ ગણાવવામાં આવી રહ્યું છે. આર્કટિકમાં દર 10 વર્ષમાં 12 ટકાના દરથી બરફ પીગળી રહ્યો છે.
આ 3 વસ્તુઓ સાથે ભૂલથી પણ ન કરો મધનું સેવન, નહીં તો બની શકે છે ઝેર
2027 સુધી ગાયબ થઈ જશે આર્કટિકનો બરફ
જરા વિચાર કરો જ્યારે આર્કટિક પરનો તમામ બરફ પીગળી જશે તો શું થશે? વિચાર માત્ર ડરાવનારો છે પરંતુ વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન પ્રમાણે આ હકીકત છે. એટલે 2027 પછી દુનિયા પર મોટો વિનાશ આવશે તે નક્કી છે. આર્કટિક મહાસાગરનો બરફ પીગળવાથી પૃથ્વીનું સંતુલન બગડી શકે છે. દુનિયામાં તાપમાનમાં વધારાની ઘટનામાં વધારો થઈ શકે છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિ ત્રાહિ કરશે. બરફ પીગળવાથી સમુદ્રની સપાટીમાં મોટો વધારો થશે. સમુદ્ર કિનારે વસેલા અનેક દેશ અને શહેરો તેમાં સમાઈ જશે.
વર્ષના 365 દિવસ બરફની મોટી-મોટી શિલાઓ આર્કટિકની સદીઓ જૂની ઓળખ રહી છે પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ઓળખ નષ્ટ પામશે. પહેલાં 2030 સુધી આર્કટિકનો બરફ પીગળી જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હવે તે 2027 સુધી સમાપ્ત થશે તેવી સંભાવના છે ત્યારે એ જોવાનું રહેશે કે આર્કટિકનો બરફ પીગળી ન જાય તે માટે દુનિયાના દેશો શું પગલાં ઉઠાવે છે?