કાઠમાંડૂ: નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી અને મુખ્ય વિપક્ષી દળ સીપીએન (UML)ના ચેરમેન કેપી શર્મા ઓલીએ શુક્રવારે સંકલ્પ લીધો કે જો તેમની પાર્ટી સત્તામાં પાછી ફરશે તો તે વાતચીત મારફતે ભારત પાસેથી કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખને પાછા લઈ લેશે. બન્ને દેશોની વચ્ચે મે 2020 પછી રાજનૈતિક સંબંધ ખરાબ થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુનિફાડ માકિર્સિસ્ટ-લેનિનિસ્ટ)ની 10મી સામાન્ય બેઠકનું ઉદ્દઘાટન કરતા ઓલીએ જણાવ્યું હતું કે, અમે લેપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાને નેપાળમાં સામેલ કરીને એક નવો નક્શો જાહેર કર્યો છે, જે રાષ્ટ્રના સંવિધાનમાં પણ પ્રકાશિત છે. અમે પડોશીઓ સાથે દુશ્મનાવટ નહીં પરંતુ વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાના પક્ષમાં છીએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં CPN (UML) સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે.


નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીની 10મી જનરલ કોન્ફરન્સ મધ્ય નેપાળના ચિતવન ખાતે યોજાઈ રહી છે, જે નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 160 કિ.મી દૂર સ્થિત છે. વિશેષ અતિથિ તરીકે હાજર રહેલા વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તમામ રાજકીય પક્ષોને દેશના વિકાસ માટે સાથે આવવા અનુરોધ કર્યો હતો. બેઠકના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નેપાળના મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ, બાંગ્લાદેશ, ભારત, કંબોડિયા અને શ્રીલંકા સહિત વિવિધ દેશોના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. વિદેશી પ્રતિનિધિઓમાં ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી હર્ષવર્ધન પણ સામેલ હતા.


નેપાળે ગયા વર્ષે સંશોધિત રાજકીય નકશો જાહેર કર્યા બાદ નવી દિલ્હી અને કાઠમંડુ વચ્ચે તણાવ સર્જાયો હતો. નેપાળના પગલાને એકપક્ષીય કાર્યવાહી ગણાવતા ભારતે કાઠમંડુને ચેતવણી આપી હતી કે પ્રાદેશિક દાવાઓનું વિસ્તરણ તેને સ્વીકાર્ય નથી. અગાઉ, ભારતે નવેમ્બર 2019માં બહાર પાડવામાં આવેલા તેના નકશામાં ટ્રાઇ-જંકશનનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ, 8 મે, 2020 ના રોજ કૈલાશ માનસરોવરથી લિપુલેખને જોડતા રસ્તાના ઉદ્ઘાટન પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube