કાઠમાંડુઃ પાંચ ભારતીયો સહિત 72 લોકોને લઈને જતું નેપાળનું પેસેન્જર વિમાન રવિવારે પાલના પોખરામાં એરપોર્ટ પર ઉતરતી વખતે નદીના ખીણમાં ક્રેશ થયું હતું. એક બચાવ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) અનુસાર, યતિ એરલાઇન્સ 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10:33 વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 ભારતીય યાત્રીકો હતા સવાર
CAAN ના સર્ચ એન્ડ રેસ્ક્યુ કોઓર્ડિનેટિંગ કમિટીના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ક્રેશ સ્થળ પરથી 68 મૃતદેહો મળી આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે વધુ ચાર મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. વિમાનમાં પાંચ ભારતીયો ઉપરાંત ચાર રશિયન, બે કોરિયન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, આર્જેન્ટિના, ઈઝરાયેલના એક-એક નાગરિક હતા.


આ પણ વાંચોઃ અમેરિકાની ગેબ્રિયલ બની મિસ યુનિવર્સ, ભારતની હરનાઝના આંખોમાંથી છલકાયા આસું


વિમાન દુર્ઘટનામાં દરેક મુસાફરોના મોત
યતિ એરલાયન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યુ કે, અત્યાર સુધી કોઈના બચવાની માહિતી નથી. તેમણે કહ્યું કે પોખરામાં હવામાન સારૂ હતું અને વિમાનનું એન્જિન પણ સારી સ્થિતિમાં હતું. તેમણે કહ્યું કે, અમે જાણતા નથી કે ફ્લાઇટમાં શું થયું. તો પ્રધાનમંત્રી પુષ્ય કમલ દહલે આ વિમાન દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube